Site icon Revoi.in

જૂનાગઢના ગિરનાર ખાતે રાષ્ટ્રીય કક્ષાની આરોહણ-અવરોહણ સ્પર્ધામાં 11 રાજ્યનાં 449 સ્પર્ધકો જોડાયાં

Social Share

જુનાગઢઃ ગિરનાર પર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. કઠિન ગણાતી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો  વહેલી સવારે મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો. આ સ્પર્ધામાં દેશના જુદા જુદા 11 રાજ્યોમાંથી 449 સ્પર્ધકોએ ભાગ લઈ દોડ લગાવી હતી.વિજેતા બનેલા સ્પર્ધકોને બીરદાવવામાં આવ્યા હતા.

રાજ્યના રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં દેશના 11 રાજ્યોનાં 449 સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.  વહેલી સવારે સ્પર્ધાના પ્રારંભે રાજયમંત્રીએ સ્પર્ધકોને લીલીઝંડી આપી હતી. આ તકે મેયર ગીતા પરમાર, એથ્લેટીક પ્લેયર સરિતા ગાયકવાડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી સ્પર્ધકોનો જુસ્સો વધાર્યો હતો. શહેરીજનો પણ મોટી સંખ્યામાં સ્પર્ધાને નિહાળવા માટે ઉપસ્થિત રહ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા  સિનીયર-જુનિયર ભાઇઓ અને બહેનો એમ કુલ 4 કેટેગરીમાં યોજાઈ હતી. આ સ્પર્ધામાં સિનીયર ભાઇઓમાં 194 અને જુનિયર ભાઇઓમાં 95 મળી કુલ 289 તેમજ સિનીયર બહેનોમાં 85 અને જુનિયર બહેનોમાં 75 મળી કુલ 160 સ્પર્ધકો નોંધાયા હતા.. દર વખતની જેમ આ વખતે પણ દરેક સ્પર્ધકના ટીશર્ટમાં એક ઈલેક્ટ્રિક ચીપ લગાવાઈ છે. જેના થકી તેનું લોકેશન અને ટાઇમીંગ નક્કી કરવામાં આવ્યું હતું. ડીવાઇસનું મોનીટરીંગ ભવનાથ ખાતેથી કરવામાં આવી આવ્યુ હતું. અને બપોર સુધીમાં સ્પર્ધા પૂર્ણ થતા  વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા. વિજેતા સ્પર્ધકને ટ્રોફી અને સર્ટી એનાયત કરવામાં આવ્યા હતા. (file photo)