Site icon Revoi.in

રણજીત સિંહ હત્યા કેસ: ડેરા સચ્ચા સોદાના ગુરમીત રામ રહિત 4 આરોપીઓને આજીવન કેદની સજા

Social Share

નવી દિલ્હી: ડેરા સચ્ચા સૌદાના પૂર્વ મેનેજર રણજીત સિંહ હત્યા કેસમાં CBIની વિશેષ કોર્ટે મુખ્ય આરોપી ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહિમ સહિત અન્ય ચાર આરોપીને સજા ફટકારી છે. સીબીઆઇ કોર્ટે ગુરમીત રામ રહિમ સહિતના ચાર આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.

ડેરા સચ્ચા સૌદાના પૂર્વ મેનેજર રણજીત સિંહ હત્યા કેસમાં 19 વર્ષ બાદ ચુકાદો આવ્યો છે. પંચકુલાની વિશેષ CBI કોર્ટે રામ રહીમ અને અન્ય 4 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.

રામ રહીમ પહેલાથી જ સાધ્વીઓ પર દુષ્કર્મ અને પત્રકારની હત્યાના કેસમાં જેલની હવા ખાઇ રહ્યો છે અને તના પર આ કેસમાં કોર્ટ દ્વારા પહેલાથી જ દોષિત ઠેરવવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે કોર્ટે તેની સજાની જાહેરાત નહોતી કરી.

આપને જણાવી દઇએ કે 12 ઑક્ટોબરના રોજ સુનાવણી દરમિયાન ગુરમીત રામ રહીમ અને કૃષ્ણલાલની દલીલો પૂર્ણ થઇ હતી. આજની કાર્યવાહી દરમિયાન જસબીર, સબદિલ અને અવતારની દલીલો પૂર્ણ થઇ છે. જે બાદ CBIની કોર્ટે આ કેસમાં સજા ફટકારી છે. તે ઉપરાંત કોર્ટે ગુરમીત રામ રહિમને 31 લાખ રૂપિયાનો દંડ તેમજ અન્ય ચાર આરોપીઓને 50 હજારનો દંડ પણ ફટકાર્યો છે.