માત્ર 5 વર્ષનો આ પ્રતિભાશાળી બાળક અનેક ભાષામાં ગાઇ શકે છે ગીત, પીએમ મોદીએ આપ્યો એવોર્ડ, વીડિયો જોઇને તમે પણ દંગ રહી જશો
- માત્ર પાંચ વર્ષનો પ્રતિભાશાળી બાળક અનેક ભાષામાં ગાઇ શકે છે ગીત
- તે સુમધુર ગીત અનેક ભાષાઓમાં ગાવાની ધરાવે છે અદ્દભુત પ્રતિભા
- તેને વર્ષ 2022ના બાળ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો છે
નવી દિલ્હી: શું તમે ક્યારેય એવી કલ્પના કરી છે કે પાંચ વર્ષનો બાળક પાંચ ભાષાના ગીતો ગાઇ શકે છે. જી હા, પરંતુ આ હકીકત છે. અસમનો એક અત્યંત પ્રતિભાશાળી પાંચ વર્ષનો બાળક પાંચથી વધુ ભાષામાં સુમધુર ગીતો ગાઇ શકે છે.
અમે વાત કરી રહ્યાં છીએ. અસમના પાંચ વર્ષના બાળક ધૃતિષ્માન ચક્રવર્તીની. આ બાળકની પ્રતિભા એટલી અદ્દભુત છે કે તે પાંચ ભાષાના ગીતો સુમધુર રીતે ગાઇ શકે છે. આ બાળકને કળા અને સાંસ્કૃતિ ક્ષેત્રમાં વડાપ્રધાન રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2022થી સન્માનિત કરવામાં આવ્યો છે.
Little Dhritishman makes all of us proud by winning the Pradhan Mantri Rashtriya Bal Puraskar 2022 for his excellence in the field of art and culture & being India's youngest multilingual singer.
I wish him all the best for his future endeavours. https://t.co/UjcRDPuT5T
— Himanta Biswa Sarma (@himantabiswa) January 24, 2022
આસામના નઝીરા શહેરનો રહેવાસી ધૃતિષ્માન અડધા ડઝનથી વધુ ભાષાઓમાં ગાઇ શકે છે. શિવસાગર જીલ્લાના ડેપ્યુટી કમિશનરની ઓફિસમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં DC મેઘ નિધિ દહલ, ધૃતિષ્માનના માતા-પિતા દેવજીત અને સોનમ ચક્રવર્તી પણ હાજર હતા. કાર્યક્રમમાં બ્લોકચેન ટેક્નોલોજી મારફતે ધૃતિષ્માનને ઇનામ પ્રદાન કરવામાં આવ્યું હતું.
કેટલો ક્યૂટ છે આ મલ્ટી ટેલેન્ટેડ બાળક! માત્ર 5 વર્ષના દીકરાએ કર્યો એવો કમાલ કે PM મોદીએ આપ્યો રાષ્ટ્રીય બાલ પુરસ્કાર pic.twitter.com/eZipZrpYSg
— Dr_Mayur (@WhoMayurSolanki) January 25, 2022
તેની પ્રતિભા એટલી છે કે તે માત્ર 3 વર્ષની ઉંમરે તે સૌથી યુવા બહુભાષી ગાયક બન્યો હતો. ઇન્ડિયા બૂક ઑફ રેકોર્ડ્સે આ જણાવ્યું હતું. હવે તે સ્પષ્ટપણે આસામી, હિંદી, અંગ્રેજી, બંગાળી, મરાઠી, કન્નડ, સંસ્કૃત, સિંહલા વગેરે ભાષામાં ગાઇ શકે છે. તેને ડ્રમ અને ગિટાર વગાડવાનો પણ શોખ છે.
ધૃતિષ્માને માત્ર 5 વર્ષની ઉંમર થવા સુધીમાં 7-8 ભાષાઓમાં 70 થી વધુ ગીતો રેકોર્ડ કર્યા છે. તેમાંથી અનેક સોંગ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. તે ઉપરાંત, તેના ફેસબૂક પર લગભગ 13,100 અને યુટ્યૂબ પર 4.200 ફોલોઅર્સ છે.