Site icon Revoi.in

મધ્યપ્રદેશમાં કોરોનાના કેસ વધતા 2 દિવસના લોકડાઉનનો નિર્ણય

Social Share

નવી દિલ્હી: દેશભરમાં કોરોનાનો પ્રકોપ યથાવત્ છે, આવામાં એક તરફ લોકડાઉન લાગશે કે નહીં તે અંગે અટકળો ચાલી રહી છે ત્યારે બીજી તરફ કોરોનાના કેસને કાબૂમાં લેવા માટે કરવામાં આવતા પ્રયાસો પણ હવે નિષ્ફળ સાબિત થઇ રહ્યા છે. આવામાં હવે કોરોનાના વધતા કેસ કાબૂમાં લેવા માટે ગુજરાતના પાડોશી રાજ્યોએ લોકડાઉનનો નિર્ણય લીધો છે.

મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમણને અંકુશમાં રાખવા માટે હવે શિવરાજસિંહ સરકારે રાજ્યના તમામ મોટા અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જે પછી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મધ્યપ્રદેશમાં 2 દિવસનું લોકડાઉન લગાવવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યના તમામ શહેરોમાં 2 દિવસ સુધી લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું છે કે હવે મધ્યપ્રદેશમાં શનિવાર અને રવિવારે લોકડાઉન રહેશે. આ લોકડાઉન શહેરી વિસ્તારોમાં રહેશે. લોકડાઉન દરમિયાન વેક્સીનેશનની કામગીરી ચાલુ રહેશે. મુખ્યમંત્રી શિવરાજસિંહએ આ મુદ્દે રાજ્યના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જે પછી સરકારે નિર્ણય લીધો છે.

આ પહેલા બુધવારે શિવરાજસિંહે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં કોરોનાના વધતા કેસ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. જે બાદ લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારી ઓફિસો પણ અઠવાડિયામાં 5 દિવસ જ ખુલ્લી રહેશે. આ સાથે તેમનો સમય પણ નિશ્ચિત કરવામાં આવ્યો છે.

આ સાથે છીંદવાડામાં પણ 7 દિવસનું લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે.

(સંકેત)