Site icon Revoi.in

હેલિકોપ્ટર ક્રેશમાં બચેલા એકમાત્ર ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની તબિયતને લઇને આવ્યા સમાચાર, એરફોર્સે આપી આ જાણકારી

Social Share

નવી દિલ્હી: તામિલનાડુના કુન્નૂરમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં CDS બિપિન રાવત, તેમના પત્નિ સહિત 12 લોકો શહીદ થયા હતા અને એક માત્ર ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહ બચ્યા હતા. હાલમાં તેમની હાલત નાજુક છે પરંતુ તેમની હાલત સ્થિર છે. વાયુસેનાએ આ માહિતી આપી છે.

અત્યારે તેઓની બેંગ્લોરની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર છે. બેંગ્લોરની એક આર્મી હોસ્પિટલમાં જ તેની સારવાર ચાલી રહી છે.

અગાઉ અધિકારીઓએ તેમને તામિલનાડુના વેલિંગ્ટનથી બેંગલુરુની કમાન્ડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગ્રૂપ કેપ્ટન સિંઘને શૌર્ય ચક્રથી નવાજીત કરવામાં આવ્યા હતા, જે તેજસને સફળતાપૂર્વક બચાવવા માટે શૌર્ય ચક્રથી નવાજવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે, પીએમ મોદીએ અગાઉ હેલિકોપ્ટર ક્રેશમાં એક માત્ર જીવિત રહેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહના સ્વાસ્થ્ય માટે માતા પાટેશ્વરીની પ્રાર્થના કરી હતી.