પશ્વિમ બંગાળ પેટાચૂંટણી: ભવાનીપુરમાં રેકોર્ડ મતે મમતા બેનર્જીની જીત, CMની ખુરશી બચાવી લીધી
- પશ્વિમ બગાળના ભવાનીપૂરમાં પેટાચૂંટણીમાં મમતા બેનર્જીની જીત
- મમતા બેનર્જીએ ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલને 58,832 મતોથી પરાજ્ય આપ્યો
- મમતા બેનર્જીની જીત બાદ તેમના આવાસ પર જશ્નનો માહોલ
નવી દિલ્હી: પશ્વિમ બંગાળના ભવાનીપુર પેટાચૂંટણીમાં મમતા બેનર્જીએ જીત મેળવી છે. મમતા બેનર્જીએ રેકોર્ડ મતે જીત મેળવી છે. આ સાથે તેઓ પોતાની મુખ્યમંત્રીની ખુરશી બચાવવામાં સફળ રહ્યા છે. મમતા બેનર્જીએ ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલને 58,832 મતોથી પરાજ્ય આપ્યો છે. મમતા બેનર્જીએ મુખ્યમંત્રી પદે બની રહેવા મટે વિધાનસભાની સભ્ય બનવું આવશ્યક હતું અને તેના માટે આ ચૂંટણી મહત્વની હતી.
પોતાના પરાજય બાદ ભાજપના ઉમેદાવર પ્રિયંકા ટિબરેવાલે કહ્યું કે, તેઓ શાલીનતા સાથે હારનો સ્વીકાર કરે છે. તેમણે મમતા બેનર્જીને શુભેચ્છાઓ પણ પાઠવી છે. તે પણ કહ્યું કે, બધાએ જોયું કે મમતાએ કઇ રીતે જીત મેળવી છે. મમતા બેનર્જીની જીત બાદ તેમના આવાસ પર જશ્નનો માહોલ છે. કાર્યકર્તાઓ એકબીજાને મિઠાઇ ખવડાવી રહ્યાં છે.
મમતા બેનર્જીએ ભવાનીપુરના લોકોનો આભાર માન્યો છે. શાનદાર જીત બાદ મમતા બેનર્જીએ કહ્યું- જ્યારથી બંગાળ વિધાનસભા ચૂંટણી શરૂ થઈ ત્યારથી મારી પાર્ટીની વિરુદ્ધ ષડયંત્ર થતું રહ્યું. ભવાનીપુર નાની જગ્યાં છે છતાં ત્યાં 3500 સુરક્ષાકર્મી મોકલવામાં આવ્યા. મારા પગમાં ઈજા પહોંચાડવામાં આવી જેથી હું ચૂંટણી ન લડી શકું. પ્રથમવાર એવું બન્યું છે કે ભવાનીપુરના કોઈ વોર્ડમાં આપણે હાર્યા નથી.
મમતા બેનર્જીએ કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું કે, કોઇ જીતનો જશ્ન નહીં મનાવે. કાર્યકર્તા પૂર પીડિતોને સહાયરૂપ બને. નંદીગ્રામમાં ના જીતવાના અનેક કારણ છે. જનતાએ અનેક ષડયંત્રને નિષ્ફળ કર્યું છે. ભવાનીપુરમાં 46 ટકા લોકો બિનબંગાળી છે પરંતુ બધાએ મળીને મત આપ્યા છે.