- પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમથી દેશને સંબોધિત કર્યો
- કોરોના વાયરસ આપણી ધીરજની પરીક્ષા લઇ રહ્યો છે
- કોરોના સામે લડવા માટે દરેકે સકારાત્મક ઉર્જા રાખવી આવશ્યક છે
નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના તાંડવ વચ્ચે પીએમ મોદે મન કી બાતના માધ્યમથી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું.
પીએમ મોદીએ મન કી બાતના કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ પોતાના સંબોધનના પ્રારંભમાં કહ્યું હતું કે કોરોના વાયરસ આપણાં બધાના ધીરજની પરીક્ષા લઇ રહ્યો છે.
તેમણે કહ્યું હતું કે, કોરોનાની પહેલી લહેરનો સફળતાપૂર્વક મુકાબલો કર્યા બાદ દેશ આત્મવિશ્વાસથી ભરપૂર હતો પરંતુ બીજી લહેરે દેશને હચમચાવી નાંખ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે કોરોના વાયરસથી લડવા માટે સકારાત્મક ઉર્જા ખૂબ જરૂરી છે અને દેશવાસીઓ તે બનાવી રાખવાનું છે. લોકો કોઇ પ્રકારની ભ્રમણામાં ના આવે, કેન્દ્ર બધા રાજ્યોને વેક્સિન મોકલી રહ્યું છે અને ફ્રી વેક્સિનેશન ચાલુ જ રહેવાનું છે.
પીએમ મોદીએ મન કી બાતમાં ડૉક્ટરોને પણ જોડ્યા હતા જેમાંથી ડૉક્ટર શશાંકે કહ્યું કે બીજી લહેર પૂરની જેમ આવી છે પરંતુ તેજીથી લોકો સાજા પણ થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે મ્યુટેશનથી ડરવાની જરૂર નથી, જેમ આપણે કપડાં બદલીએ તેમ વાયરસ રંગ બદલ્યા કરે છે અને આમાં કશું ડરવા જેવી વાત નથી.
ये mutation होते रहते हैं जैसे हम कपड़े बदलते हैं वैसे virus भी अपना रंग बदल रहा है और इसलिए बिलकुल डरने की बात नहीं है और ये wave को हम पार कर देंगे…
~ डॉक्टर शशांक, मुंबई।https://t.co/9tSUaDprhd#MannKiBaat pic.twitter.com/8CSKI5qtWN
— Mann Ki Baat Updates मन की बात अपडेट्स (@mannkibaat) April 25, 2021
પીએમ મોદીએ કહ્યું હતું કે લોકોને આગ્રહ કરું છું કે કોઇપણ જાણકારી જોઇએ તો સાચા સોર્સ પાસેથી માહિતી મેળવો, તમારા ફેમિલી ડૉક્ટર કે પછી આસપાસના ડૉક્ટરની સલાહ લો.
"साथियो, मैं आप सबसे आग्रह करता हूँ, आपको अगर कोई भी जानकारी चाहिए हो, कोई और आशंका हो, तो सही source से ही जानकारी लें। आपके जो family doctor हों, आस-पास के जो डॉक्टर्स हों, आप उनसे फ़ोन से संपर्क करके सलाह लीजिये।"
– पीएम श्री @narendramodi.#MannKiBaat pic.twitter.com/3hscpfTxZA
— Mann Ki Baat Updates मन की बात अपडेट्स (@mannkibaat) April 25, 2021
નોંધનીય છે કે, ભારતમાં કોરોના વાયરસના દૈનિક કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે એક દિવસ 3,49,691 નવા કેસ નોંધાયા છે જ્યારે 2,767 દર્દીઓના મોત થતાં દેશમાં કોહરામ જેવી પરિસ્થિતિ છે.
(સંકેત)