Site icon Revoi.in

હવે BSFનો અધિકારક્ષેત્ર વધ્યો, આ રાજ્યોમાં 50 કિમી અંદર સુધી કાર્યવાહી કરી શકાશે

Social Share

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મહત્વપૂર્ણ નિર્ણય લેતા હવે બોર્ડર સિક્યોરિટી ફોર્સના અધિકારક્ષેત્રમાં વધારો કર્યો છે. હવે BSF અધિકારીઓ ધરપકડ, શોધખોળ અને જપ્ત કરવાની સત્તા અપાઇ છે. હવે BSF અધિકારી પશ્વિમ બંગાળ, આસામ અને પંજાબમાં પણ ધરપકડ અને તપાસ હાથ ધરી શકશે.

બીએસએફના અધિકારક્ષેત્રમાં વધારો થતા તેઓને હવે પશ્વિમ બંગાળ, આસામ અને પંજાબમાં પોલીસની જેમ જ સર્ચ અને ધરપકડ કરવાનો અધિકાર મળ્યો છે. BSFના અધિકારીઓ ત્રણેય રાજ્યોમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાન બોર્ડરથી 50 કિલોમીટર દેશન રાજ્યોમાં કાર્યવાહી કરી શકશે. અગાઉ આ 15 કિલોમીટરનો હતો. તે ઉપરાંત નાગાલેન્ડ, ત્રિપુરા, મણીપુર, લદ્દાખમાં પણ BSF સર્ચ અને અરેસ્ટ કરી શકશે.

એક તરફ જ્યાં BSFનો અધિકાર ક્ષેત્ર વધારવામાં આવ્યો છે ત્યારે બીજી તરફ ગુજરાતમાં BSFનો અધિકારક્ષેત્ર 80 કિમીથી ઘટીને 50 કિમી થઇ ગયો છે. જ્યારે રાજસ્થાનમાં અવકાશ વિસ્તાર પહેલાની જેમ જ 50 કિલોમીટર રાખવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, સીમા સુરક્ષા દળ અધિનિયમ, 1968ની કલમ 139 કેન્દ્રને સમયાંતરે સીમા બળના સંચાલનના ક્ષેત્ર અને સીમાને સૂચિત કરવાનો અધિકાર પૂરો પાડે છે. ગૃહ મંત્રાલયે સૂચના જારી કરીને સીમાથી લાગેલા વિસ્તારોના શેડ્યુલને સંશોધિત કર્યા છે. જ્યાં BSFની પાસે પાસપોર્ટ અધિનિયમ, NDPS અધિનિયમ, સીમા શુલ્ક અધિનિયમ હેઠળ જપ્તી અને ધરપકડની તાકાત હશે.