- આ વખતના બજેટથી મધ્યમવર્ગ અને નોકરિયાતોને વધુ આશા
- ખાસ કરીને ટેક્સ મુક્તિ મર્યાદા વધારાય તેવી સંભાવના
- નોકરિયાત વર્ગોને કર બાબતે રાહત અપાય તેવી શક્યતા
નવી દિલ્હી: કોરોનાના ત્રીજી લહેર વચ્ચે આગામી 1 ફેબ્રુઆરી, 2022ના રોજ નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ ચોથી વખત બજેટ રજૂ કરવા જઇ રહ્યાં છે. આ વખતે આ બજેટથી મધ્યમવર્ગ તેમજ નોકરિયાત વર્ગને મોટી આશા છે. આ વખતના બજેટમાં કર કપાત અને વિદેશી રોકાણના નિયમોમાં ફેરફાર થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પહેલા આ બજેટ રજૂ થવા જઇ રહ્યું છે. આ બજેટથી કૃષિ, આરોગ્ય, રિયલ એસ્ટેટ એમ દરેક ક્ષેત્રના લોકોની કેટલીક આશા બંધાયેલી છે.
આ ઉપરાંત નોકરિયાતો અને મધ્યમ વર્ગને આ બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. નોકરીયાત વર્ગને આ વખતના બજેટમાં કેટલીક રાહતો પૂરી પાડવામાં આવે તેવું સૂત્રો જણાવી રહ્યાં છે.
મોદી સરકાર કર બાબતે ખાસ રાહત આપે તેવી શક્યતા છે. આપને જણાવી દઇએ કે છેલ્લા કેટલાક સમયથી ટેક્સ ફ્રી મર્યાદા યથાવત્ છે. આમાં કોઇ વધારો થયો નથી. આ વખતે નોકરિયાતોને આકર્ષવા માટે માટે સરકાર ટેક્સ મુક્તિ મર્યાદા વધારવાનો નિર્ણય લઇ શકે છે.
મહત્વનું છે કે, છેલ્લા 8 વર્ષથી તેમાં કોઇ ફેરફાર નથી થયો. 8 વર્ષ પહેલા આ મર્યાદા 2 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમાં કોઇપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી.