Site icon Revoi.in

વીજ સંકટ વચ્ચે વિદ્યુત મંત્રાલયની માર્ગદર્શિકા, આ બાબતે આપ્યો નિર્દેશ

Social Share

નવી દિલ્હી: એક તરફ દેશમાં વીજ સંકટ તોળાઇ રહ્યું છે ત્યારે બીજી તરફ વિદ્યુત મંત્રાલયે રાજ્યો દ્વાર કેન્દ્રીય ઉત્પાદન સ્ટેશનોને ફાળવવામાં આવેલી વીજળીનો ઉપયોગ પર દિશા નિર્દેશ જાહેર કર્યા છે. રાજ્યોને નિર્દેશ અપાયા છે કે તેઓ વીજળીને ગ્રાહકો વચ્ચે શેડ્યૂલ કરે અને સરપ્લસ વીજળીની જાણકારી કેન્દ્ર સરકારને આપે. અનેક રાજ્યોમાં કોલસાની અછતને કારણે વીજ પ્લાન્ટ ઠપ થયા છે.

નિર્દેશ અનુસાર જો કોઇ રાજ્ય પાવર એક્સચેન્જમાં વીજળી વેચતા હશે કે ફાળવવામાં આવેલી વીજળી શેડ્યૂલ નથી કરવામાં આવી રહી તેવું જણાશે તો ફાળવવામાં આવેલી વીજળી અસ્થાયી રીતે ઓછી કરવા કે પાછી લેવામાં આવી શકે છે.

આ સાથે જ વિદ્યુત મંત્રાલયે દેશની રાજધાની દિલ્હીમાં વીજળી આપૂર્તિની સ્થિતિ અંગે જાણકારી પણ આપી છે અને કહ્યું કે 10 ઓક્ટોબર 2021ના રોજ દિલ્હીની મહત્તમ માગ 4536 મેગાવોટ (પીક) અને 96.2 એમયુ (ઉર્જા) હતી. વીજળીની કમીના કારણે કોઈ આઉટેજ નહતું કારણ કે જરૂરી પ્રમાણમાં વીજળીની આપૂર્તિ કરાઈ હતી.

વીજળીના નુકસાનને ઘટાડવા માટે વિતરણ કંપનીઓના ઉર્જા લેખાંકનને જરૂરી કર્યું છે. મંત્રાલયના નિવેદન અનુસાર, વીજળી ક્ષેત્રમાં ચાલી રહેલા સુધારા હેઠળ વીજળી મંત્રાલયે વિતરણ કંપનીઓ માટે નિયમિત ઉર્જા લેખાંકનને જરૂરી કર્યું છે. જે હેઠળ જારી કરાયેલા નોટિફિકેશનમાં 60 દિવસની અંદર પ્રમાણિક ઉર્જા પ્રબંધક દ્વારા ડિસ્કોમે ત્રિમાસિક ઉર્જા લેખાંકન કરાવવું પડશે.