- વેક્સિનના બે અલગ અલગ ડોઝ છે વધુ અસરકારક
- તે કોવિડ સામે લડવા માટે 4 ગણા વધુ અસરકારક
- હૈદરાબાદની એશિયન ઇન્સ્ટિટ્યૂટના સંશોધનમાં સામે આવ્યું
નવી દિલ્હી: અત્યારે સમગ્ર દેશમાં કોવિડનો કહેર ઓમિક્રોન વેરિએન્ટને કારણે વધ્યો છે ત્યારે બે અલગ અલગ વેક્સિન લેવામાં આવે તો તે શરીરને કોઇ આડઅસર નથી કરતી. પરંતુ તેનાથી વિપરિત તે વધું સારું પરિણામ આપી શકે છે. એનાથી એન્ટિબોડી બનવાનું પ્રમાણ ઝડપી થાય છે અને તે ચાર ગણી અસરકારક સાબિત થઇ શકે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, હૈદરાબાદની એશિયન ઇન્સ્ટિટ્યૂટના સંશોધકોએ બે અલગ અલગ વેક્સિન શરીર પર કેવી રીતે અસર કરે છે તેના પર સંશોધન હાથ ધર્યુ હતું. આ સંશોધનમાં એવું સામે આવ્યુ હતું કે, મિક્સ વેક્સિન શરીરમાં ધારણાં કરતાં વધુ સારું પરિણામ આપે છે. કોવિશિલ્ડ અને કોવેક્સિનના અલગ અલગ ડોઝ લેવાથી શરીરમાં કોવિડ સામે લડવાની ક્ષમતા પણ ચાર ગણી વધી જાય છે.
શરીરમાં એન્ટીબોડી બનવાનું પ્રમાણ ઝડપી થાય છે અને તેનાથી ચાર ગણા અસરકારક એન્ટીબોડી બને છે. પ્રયોગ દરમિયાન નોંધાયું હતું કે એક જ વેક્સિનના બે ડોઝ લેનારાની સરખામણીએ બે અલગ અલગ વેક્સિનના એક એક ડોઝ લેનારાના શરીરમાં એન્ટીબોડીનું પ્રમાણ ઘણું નોંધપાત્ર રીતે વધારે જોવા મળ્યું હતું.
જાણકારી અનુસાર, જેમને કોરોના થયો ન હતો એવા ૩૩૦ વેક્સિન લેનારા લોકોના સેમ્પલનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ લોકોને કુલ ચાર ગુ્રપમાં વહેચી દેવાયા હતા. એક ગુ્રપને કોવિશિલ્ડના બંને ડોઝ અપાયા હતા. બીજા ગુ્રપને કોવેક્સિનના બંને ડોઝ અપાયા હતા. ત્રીજા ગુ્રપને પહેલો ડોઝ કોવિશિલ્ડનો અને બીજો ડોઝ કોવેક્સિનનો અપાયો હતો.