- મિઝોરમે ટ્રાવેલ એડવાઇઝી પાછી ખેંચી લીધી
- જો કે અસમ-મિઝોરમ વચ્ચે પરિવહન સેવા પૂર્વવત નથી થઇ
- બંને રાજ્યો વચ્ચે નાકાબંધી ટૂંક સમયમાં હટવાની આશા
નવી દિલ્હી: અસમ-મિઝોરમ વચ્ચે ચાલતી તકરાર વચ્ચે મિઝોરમે જે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી હતી તેને હવે પાછી ખેંચી લીધી છે. મિઝોરમના મુખ્ય સચિવ લાલનુનમાવિયાએ આ જાણકારી આપી હતી. હજુ સુધી પરિવહન સેવા શરૂ થઇ નથી. તેમણે કહ્યું કે, અમે આ મુદ્દો અસમ સરકાર સામે ઉઠાવ્યો છે. આશા છે કે નાકાબંધ જલ્દી જ હટાવી લેવામાં આવશે.
ગુરુવારે અસમ સરકારે પૂર્વમાં આપવામાં આવેલી મિઝોરમની યાત્રા ના કરવાના નિર્દેશ પાછા લઇ લીધા હતા. તેમાં કહેવામાં આવ્યું હતું કે, બંને રાજ્યોની સરકારના પ્રતિનિધિઓ તરફથી જારી સંયુક્ત નિવેદનને ધ્યાનમાં રાખતા 29 જુલાઇની યાત્રા સલાહ પાછા લઇ શકાય છે.
આ એડવાઈઝરી પાછી લેવા માટે મિઝોરમના મુખ્યમંત્રી જોરામથાંગાએ એક ટ્વીટમાં અસમ સરકારને ધન્યવાદ કહ્યુ. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યુ કે અસમની સરકારને ધન્યવાદ, કેમ કે અસમ સરકારે પહેલા જારી કરેલી ટ્રાવેલ એડવાઈઝરીને પાછી લઈ લીધી. જેમાં અસમના લોકોને મિઝોરમની યાત્રા ન કરવાની સલાહ આપવામાં આવી હતી.
મહત્વનું કે 26 જુલાઈએ વિવાદિત સરહદ વિસ્તારમાં બંને રાજ્યોના પોલીસ દળ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ હિંસામાં સાત લોકોએ જીવ ગુમાવ્યા. જેમાં અસમ પોલીસના છ કર્મચારી અને એક નાગરિક સામેલ હતો. આ સાથે જ 50થી વધારે લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા.