- હવે કેન્સર સામે આ વનસ્પિત રક્ષણ આપી શકે છે
- મોડડૂ સોપ્પૂ વન્સપિતમાં કેન્સર સામે લડતું ફાઇટો કેમિકલ્સ હોય છે
- જસ્ટિસિયા વેનાડેંસિસ તરીકે ઓળખાતો આ છોડ ચોમાસાની ઋતુ દરમિયાન વધારે પાંગરતો જોવા મળે છે
નવી દિલ્હી: હવે કેન્સર સામે એક વનસ્પતિ રક્ષણ આપી શકે છે. હકીકતમાં, કર્ણાટકના કોડાગુ જીલ્લામાં જોવા મળતી મોડડૂ સોપ્પૂ વનસ્પિતમાં કેન્સર સામે લડતું ફાઇટો કેમિકલ રહેલું છે. એક આંતરરાષ્ટ્રીય સ્તરના સંશોધનમાં મોડ્ડૂ સોપ્પૂ છોડમાં ફાઇટો કેમિકલ્સ જોવા મળતું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ નાના ઘાસ જેવા છોડમાનું કેમિકલ કેન્સરની બિમારીને જડમૂળમાંથી નાબૂદ કરી શકે છે.
વૈજ્ઞાનિક ભાષામાં જસ્ટિસિયા વેનાડેંસિસ તરીકે ઓળખાતો આ છોડ ચોમાસાની ઋતુ દરમિયાન વધારે પાંગરતો જોવા મળે છે. કોડાગુ વિસ્તારના સ્થાનિકો મીઠા પકવાનની બનાવટ દરમિયાન તેનો ઉપયોગ કરે છે.
આ અંગે ઇન્ટરનેશનલ જર્નલ ઓફ કમ્પ્યૂટેશનલ બાયોલોજી એન્ડ ડ્રગ ડિઝાઇનમાં પ્રકાશિત સંશોધન માહિતી મુજબ ફાઇટો કેમિકલ્સ કેન્સર સામે લડવા માટે ઉપયોગી છે. કર્ણાટકમાં બેંગ્લોર પીઇએસ યૂનિવર્સિટીના સંશોધકોએ ફાઇટો કેમિકલ્સ અંગે સ્ટડી કર્યો જેમાં તે કેન્સરના ઉપચારમાં મહત્વનું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. એન્જાઇમ થાઇમિડાઇલેટ સિંથેઝના બાર અલગ અલગ યૌગિકોની સુક્ષ્મ તપાસ કરવા માટે એક કમ્પ્યૂટર મોડેલનો ઉપયોગ કર્યો હતો.
આની તૂલના કેપેસિટાબાઇન મેડિસીન સાથે કરવામાં આવી જે આ એન્જાઇમની સરખામણીમાં ઉપયોગી સાબીત થઇ છે.કોશિકાઓ બનાવતા ડીએનએ તૈયાર કરવામાં થાઇમિડિલેટ સિંથેઝ સામેલ છે. કેન્સરના અનિયંત્રિત કોશિકાઓ વારંવાર બનતી રહે છે.
જો એન્જાઇમને અટકાવી દેવામાં આવે તો કેન્સરની કોશિકાઓના ડીએનએનો નાશ કરી નાખશે અને કેન્સરના વિકાસને પણ અટકાવી શકાશે. કેપસ્ટ્રોલ કોલેસ્ટ્રોલની જેમ સમાન સંરચના ધરાવતું એક જાણીતું કેમિકલ છે જયારે બીજુ સ્ટિગ્માસ્ટરોલ છોડની કોશિકાઓને મજબૂત રીતે જોડનારુ ફાઇટો કેમિકલ છે. એવી જ રીતે મોડડૂ સોપ્પૂ છોડમાં પણ જોવા મળતું ફાઇટો કેમિકલ કેન્સરની દવા માટે અસરકારક સાબીત થઇ શકે છે.
(સંકેત)