મોદી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, 7 હજાર ગામડાઓને મોબાઇલ કનેક્ટિવિટી પૂરી પડાશે
- કેબિનેટ બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો
- 7 હજાર ગામડાઓને મોબાઇલ કનેક્ટિવિટી પૂરી પડાશે
- સમગ્ર પ્રોજેક્ટમાં 6466 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે
નવી દિલ્હી: આજે મોદી કેબિનેટની બેઠક યોજાઇ હતી જેમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. દેશના શહેરોમાં જ્યાં ટેક્નોલોજી સતત વધી રહી છે ત્યારે દેશના અંતરિયાળ ગામડાઓમાં હજુ પણ કનેક્ટિવિટી પણ નથી ત્યારે મોદી સરકારે આવા ગામડાઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, છત્તીસગઢ, ઝારખંડ, મહારાષ્ટ્ર અને ઓડિશાના સાત હજાર ગામડાઓમાં મોબાઇલ કનેક્ટિવિટી ઊભી કરવામાં આવશે, આ ગામડાઓમાં 4G સુવિધા ઊભી કરવામાં આવશે અને સમગ્ર પ્રોજેક્ટમાં 6466 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.
મોબાઇલ ઉપરાંત માર્ગ જોડાણને લઇને પણ નિર્ણય લેવાયો હતો. જે અંતર્ગત પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનું ત્રીજું ચરણ શરૂ કરાશે જે હેઠળ જે ગામડાઓમાં આજે પણ માર્ગ નથી ત્યાં માર્ગ બનાવવામાં આવશે. જંગમ વિસ્તારો જેવા કે પહાડો, નદી-નાળા હોય તેવી જગ્યો પર રસ્તા બનાવવામાં આવશે અને નાના પૂલ બનાવવાની પણ યોજના છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર હવે તેવા અંતરિયાળ વિસ્તારોમાં ટેલિકોમ સુવિધા ઊભી કરવામાં આવશે જ્યાં અત્યારે પણ મોબાઇલ કનેક્ટિવિટી નથી. આ ઉપરાંત ગ્રામીણ જગ્યાઓને માર્ગથી જોડવા માટે પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજનાને શરૂ કરવામાં આવશે.