Site icon Revoi.in

મોદી મંત્રમંડળના વિસ્તરણની આજે થનારી બેઠક હવે રદ, 20-22 મંત્રીઓ થવાના હતા સામેલ

Social Share

નવી દિલ્હી: પીએમ મોદી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ અંગે આજે સાંજે એક બેઠક થવાની હતી જે હવે રદ થઇ છે. સૂત્રો અનુસાર આજે સાંજે જે બેઠક થવાની હતી તેમાં કેબિનેટમાં ફેરબદલ અને વિસ્તરણ પર ચર્ચા થવાની હતી. પરંતુ હવે આ બેઠક રદ કરવામાં આવી છે.

આપને જણાવી દઇએ કે, પીએમ મોદીના મંત્રીમંડળનું વિસ્તરણ આ સપ્તાહે કરાશે અને તેમાં કુલ 20 થી 22 મંત્રીઓ શપથ ગ્રહણ કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર 8 જુલાઇ સુધીમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઇ શકે છે. કેન્દ્રીય મંત્રીમંડળમાં હાલ 53 મંત્રીઓ છે અને વિસ્તરણ બાદ 81 સભ્ય થઇ શકે છે.

સંભવિત મંત્રીઓમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, સર્બાનંદ સોનોવાલના નામ પ્રમુખ છે. જ્યારે યુપીમાં આગામી વર્ષે ચૂંટણી છે જેને ધ્યાનમાં રાખીને મોદી મંત્રીમંડળમાં ઉત્તર પ્રદેશથી 3 સંચાર મંત્રી સામેલ કરાશે. અપના દળના અનુપ્રિયા પટેલને પણ કેબિનેટમાં સ્થાન મળી શકે છે.

મંત્રીમંડળની વાત કરીએ તો તેમાં બિહારના 2 થી 3 નેતાઓ સામેલ કરવામાં આવી શકે છે. જેમાં ભાજપના સુશીલકુમાર મોદી, જેડીયુમાંથી આરસીપી સિંહ અને LJPમાંથી પશુપતિ પારસનું નામ આગળ છે. કેબિનેટમાં મધ્યપ્રદેશથી 1 કે બે મંત્રીઓ સામેલ થઇ શકે છે. જેમાં જ્યોતિરાદિત્ય સિંધિયા અને રાકેશ સિંહનું નામ સામેલ છે.

કેબિનેટમાં જમ્મુ-કાશ્મીર અને લદાખથી એક એક મંત્રીને જગ્યા મળી શકે છે. રાજસ્થાનથી પણ મોદી કેબિનેટમાં એક મંત્રીને સામેલ કરવામાં આવી શકે છે. અસમથી એક કે બે મંત્રી સામેલ થઈ શકે છે. જેમાં અસમના પૂર્વ મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલનું નામ સૌથી આગળ છે. બંગાળથી બે નેતાઓને જગ્યા મળી શકે છે. જેમાં ભીજપના સાંસદ શાંતનુ ઠાકુર અને નિસિથ પ્રમાણિકના નામ આગળ છે.