નવી દિલ્હી: મોદી સરકાર સત્તા પર આવી ત્યારથી અનેક કાયદાઓ તેમજ નિયમોમાં ફેરફાર કરી રહી છે ત્યારે હવે ચા-કોફી અને મસાલા સેક્ટર સાથે જોડાયેલા કાયદાઓમાં પણ મોદી સરકાર ફેરફાર કરવા જઇ રહી છે. સરકારના આ પગલાંથી આ ત્રણેય સેક્ટરમાં તેજીનો માર્ગ મોકળો બનશે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મોદી સરકાર ચા કોફી તેમજ મસાલાઓ સાથે જોડાયેલા અમુક કાયદાઓને સંપૂર્ણપણે સમાપ્ત કરવાની યોજના બનાવી રહી છે. સરકાર આ કાયદાઓ દૂર કરીને નવા કાયદાઓ લાવવાની વિચારણા કરી રહી છે.
વાણિજ્ય મંત્રાલયે પ્રમોશન એંડ ડેવલપમેન્ટ બિલ 2022, રબર બિલ 2022, કોફી બિલ 2022, ટી બિલ 2022ના ડ્રાફ્ટ સ્ટેક હોલ્ડર્સ પાસેથી વિચાર માગ્યા છે. જેથી સ્ટેકહોલ્ડર્સ આ ચાર બિલ પર પોતાના વિચારો રજૂ કરી શકશે.
કોમર્સ મિનિસ્ટ્રીએ ચાર અલગ અલગ કાર્યલાયમાં કહ્યું કે તેઓ ટી-એક્ટ 1953, સ્પાઈસેજ બોર્ડ એક્ટ-1986, રબર એક્ટ-1947 અને કોફી એક્ટ-1942ને રદ કરવાનો પ્રસ્તાવ મુકી રહી છે. મિનિસ્ટ્રીની વેબસાઈટ પર નાખવામાં આવેલ ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે આ કાયદાઓને રદ કરવા અને નવા કાયદાઓ લાવવાનો પ્રસ્તાવ હાલની પરિસ્થિતી પ્રમાણે જે જરૂરિયાત છે તેના ઉદ્દેશોને અનુરૂપ છે.
મહત્વનું છે કે સ્પાઈસેજ બિલ 2022ના ડ્રાફ્ટ અનુસાર મસાલા બોર્ડને પૂરા સ્પાલય ચેન પર ધ્યાન કેન્દ્રિત કરવા અને તેને સક્ષમ બનાવાની જરૂર છે. એજ રીતે રબર કાયદામાં પણ કહેવામાં આવ્યું છે. હાલ રબર સાથે જોડાયેલા સેક્ટર્સમાં ઈન્ડસ્ટ્રિયલ અને ઈકોનોમિક આઉટલુકમાં વ્યાપક બદલાવ થયો છે.