1. Home
  2. ગુજરાતી
  3. આગામી 29 નવેમ્બરથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થવાન સંભાવના, થઇ શકે 20 બેઠક

આગામી 29 નવેમ્બરથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થવાન સંભાવના, થઇ શકે 20 બેઠક

0
Social Share
  • આગામી 29 નવેમ્બરથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થઇ શકે
  • આ શિયાળુ સત્ર દરમિયાન લગભગ 20 બેઠક થવાની સંભાવના
  • આ ક્રિસમસથી પહેલા તે સમાપ્ત પણ થઇ જશે

નવી દિલ્હી: નવેમ્બરના ચોથા સપ્તાહથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થવાની સંભાવના છે. સંસદીય સૂત્રો અનુસાર 1 મહિના સુધી ચાલનારા શિયાળુ સત્ર કોવિડ-19ના પ્રોટોકોલાના પાલન સાથે નવેમ્બરના ચોથા સપ્તાહથી શરૂ થવાની શક્યતા છે.

આ વખતના શિયાળુ સત્ર દરમિયાન લગભગ 20 બેઠક થવાની સંભાવના છે અને આ ક્રિસમસથી પહેલા તે સમાપ્ત પણ થઇ જશે. ગત વર્ષે કોરોના રોગચાળાને કારણે શિયાળુ સત્ર રાખવામાં આવ્યું ન હતું અને બાદના બજેટ અને ચોમાસુ સત્રમાં ઘટાડો કર્યો હતો.

બીજી તરફ તેના પર કોઇ નિર્ણય નથી લેવાયો પરંતુ સૂત્રો અનુસાર 29 નવેમ્બરથી આ સત્ર શરૂ થઇ શકે છે. લોકસભા તેમજ રાજ્યસભા બંને એક સાથે ચાલશે તેમજ સદસ્યો સામાજીક અંતરના માનદંડોનું પણ પાલન કરશે.

કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને શિયાળુ સત્ર દરમિયાન કોવિડ-19ના દરેક પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે. મુખ્ય સંસદ ભવનમાં પ્રવેશ કરનારને દરેક સમયે માસ્ક પહેરવું અનિવાર્ય રહેશે અને કોવિડ-19 પરીક્ષણથી પણ પસાર થવુ પડે તેવી સંભાવના છે. આગામી વર્ષે ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી હોવાથી પણ આ શિયાળુ સત્રને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code