Site icon Revoi.in

યુપીમાં રાજકીય હલચલ તેજ, ભાજપમાં ધડાધડ રાજીનામા, સ્વામી પ્રસાદ મૌર્ય બાદ આ 3 ધારાસભ્યોએ પણ ભાજપ છોડ્યું

Social Share

નવી દિલ્હી: યુપીમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે અને ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. પહેલા યોગી કેબિનેટના મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય અને હવે ભાજપના બે ધારાસભ્યોએ પણ રાજીનામા આપ્યાં છે.

આજનો દિવસ યુપી ભાજપ માટે ભારે રહ્યો છે. પહેલા યોગી કેબિનેટના વરિષ્ઠ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય અને હવે ભાજપના બે ધારાસભ્ય રોશનલાલ વર્મા અને બ્રજેશ પ્રજાપતિએ પાર્ટીમાં રાજીનામું આપી દીધું છે. બંને ધારાસભ્યોએ સ્વામી પ્રસાદના સમર્થનમાં રાજીનામું આપ્યું છે અને તેઓ પણ સ્વામી પ્રસાદની જેમ સમાજવાદી પાર્ટીમાં જોડાય તેવી સંભાવના છે. તે ઉપરાંત બિલ્હૌરથી ભાજપના ધારાસભ્ય ભગવતી સાગરે પણ રાજીનામું આપ્યું છે.

આપને જણાવી દઇએ કે જે નેતાઓએ રાજીનામા આપ્યા છે તેમની પશ્વિમી યુપીની વોટબેંક પર મોટી અસર છે

અગાઉ ધારાસભ્ય રોશન લાયોગીએ પણ ભાજપ છોડ્યું હતું અને કહ્યું હતું કે, યોગી સરકારમાં 5 વર્ષ સુધી થયેલી તેમની ફરિયાદોનો કોઇ નિવેડો લેવાયો નથી જેને કારણે તેમને પાર્ટી છોડવાની ફરજ પડી છે.

મહત્વનું છે કે, યુપીના શ્રમ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યે કેબિનેટમાંથી રાજીનામું આપીને ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો આપ્યો છે. તેઓ સમાજવાદી પાર્ટીમાં જોડાયા છે.