લતાજીના અવસાનને લઈને આજે-કાલે રાષ્ટ્રીય શોક જાહેર – આજે સાંજે અંતિમ સંસ્કાર માટે પીએમ મોદી મુંબઈ જશે
- પીએમ મોદી લતાજીના અંતિમ દર્શન કરવા મુંબઈ જશે
- આજે સાંજે લતાજીના થશે અંતિમ સંસ્કાર
- આજે તથા કાલે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો
દિલ્હીઃ- આજે દાયકાઓની મશહૂર ગાયિકા લતા મંગેશકરને 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીઘા હતા જેને લઈને સમગ્ર દેશમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે, અનેક નેતાઓ તથા સેલિબ્રિટિઓ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે,સમગ્ર દેશભરમાં આજે અને આવતી કાલે આમ બે દિવસ રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છેત્યારે આજે સાંજે લતાજીના મુંબઈ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે
કેન્દ્ર સરકારે 6 અને 7 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. આજે રવિવારે સાંજે લતાજીના 6.30 કલાકે મુંબઈમાં સરકારી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદી શ્રદ્ધાંજલિ આપવા માટે મુંબઈ જશે.
સૂત્રોએ જણાવ્યું કે દેશમાં બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યોના મુખ્ય સચિવોને વાયરલેસ સંદેશ મોકલીને આ અંગે જાણ પણ કરવામાં આવી ચૂકી છે, 6 અને 7 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય શોક દરમિયાન રાષ્ટ્રધ્વજ અડધો ઝુકાવવામાં આવશે.
કેન્દ્ર સરકારે મહાન ગાયકના માનમાં બે દિવસનો રાષ્ટ્રીય શોક મનાવવાનો નિર્ણય કર્યો છે. આ સમયગાળા દરમિયાન કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો થશે નહીં. લતા મંગેશકરનો સંપૂર્ણ સરકારી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે લતા મંગેશકરના નિધનને કારણે, ગોવા ચૂંટણીના સંદર્ભમાં રવિવારે યોજાનારી પીએમ નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ રેલી પણ રદ કરવામાં આવી છે. આજે દેશભરમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે, ઘણા સ્થળોએ લતાજીના સમાચાર મળતા જ દુકાનોના શટર પડી ગયા હતા ઘણી જગ્યાએ લોકોએ સ્વેચ્છાએ બંધ રાખ્યું હતું