22 ઑક્ટોબરથી મહારાષ્ટ્રમાં સિનેમાઘરો 50 ટકા ક્ષમતા સાથે ખુલશે, સરકારે SOP જાહેર કરી
- મહારાષ્ટ્રમાં ઘટતા કોરોના કહેર વચ્ચે ઉદ્વવ ઠાકરે સરકારનો નિર્ણય
- મહારાષ્ટ્રમાં 22 ઑક્ટોબરથી સિનેમા હોલ અને મલ્ટીપ્લેક્સ ખોલવાની પરવાનગી અપાઇ
- આ અંગે SOP પણ જાહેર કરાઇ
મુંબઇ: મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર હવે ધીરે ધીરે ઓછો થઇ રહ્યો છે ત્યારે હવે ત્યાં રાજ્ય સરકારો પણ પ્રતિબંધો હળવા કરી રહી છે. હવે મહારાષ્ટ્રમાં 22 ઑક્ટોબરથી સિનેમા હોલ અને મલ્ટીપ્લેક્સ ખોલવાની પરવાનગી અપાઇ છે. આ અંગે SOP પણ જાહેર કરાઇ છે.
એસઓપી અનુસાર પ્રતિબંધોમાં છૂટછાટ સાથે કેટલાક પ્રોટોકોલનું પણ પાલન કરવું અનિવાર્ય રહેશે. થિયેટરની અંદર સામાજીક અંતર જાળવવું, ફેસ માસ્ક પહેરવું, સેનિટાઇઝરનો ઉપયોગ જરૂરી રહેશે. અન્ય સૂચનાઓ પણ અપાઇ છે.
જો તમે વેક્સિનેટેડ હોય તો સિનેમાઘરમાં જવા સમયે તમારે સર્ટિફિકેટ બતાવવું પડશે અને જો ના લીધી હોય તો આરોગ્ય સેતુ એપ પર ખુદને સુરક્ષિત બતાવવા પડશે. પ્રેક્ષકો થિયેટરમાં જાય તે પહેલા સિનેમાઘરોના સ્ટાફ તેમનું તાપમાન પણ ચકાસશે.
જો કે હાલમાં 50 ટકા ક્ષમતા સાથે સિનેમાઘરો ખોલવાની મંજૂરી અપાઇ છે, જેથી ભીડભાડ ના થાય. આ સાથે જ સ્ટેગર શો ટાઇમિંગ પણ કામ કરવાનું કહેવાયું છે. પ્રેક્ષકોએ ઑનલાઇન પેમેન્ટને પ્રાધાન્ય આપવું જોઇએ. તે ઉપરાંત દરેક શો બાદ સિનેમાઘરોને સેનેટાઇઝ કરવાની પણ સૂચના અપાઇ છે.