- હાઇકોર્ટે ચારધામ યાત્રા મામલામાં ઉત્તરાખંડ સરકારને રાહત આપી
- હાઇકોર્ટે હવે અપર લિમિટ હટાવી
- હવે વધુ પ્રવાસીઓ દર્શનનો લાભ લઇ શકશે
નવી દિલ્હી: ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રાના મામલામાં મોટી રાહત આપી છે.
દૈનિક ધોરણે મર્યાદિત સંખ્યામાં પ્રવાસીઓને ધામોમાં પ્રવેશ આપવાના હાઇકોર્ટના નિર્ણયમાં મોટી શોધ બાદ કેદારનાથ અને બદ્રીનાથ પ્રવાસીઓની સંખ્યાને વધારતા કોર્ટે કહ્યું કે હવે કોઇપણ શ્રદ્વાળુ તીર્થ પ્રવાસ પર જઇ શકે છે. મોટા સમાચાર એ છે કે કોર્ટે પ્રવાસીઓની સંખ્યા અનલિમિટેડ કરવાનો આદેશ આપ્યો છે. જો કે કોર્ટે આદેશ આપતા ઉત્તરાખંડ સરકારને કહ્યું કે તમામ પ્રવાસીઓ માટે મેડિકલ સંબંધિત તમામ વ્યવસ્થા પુરતી અને ઝડપી હોવી જોઇએ.
અગાઉ લગભગ 3 સપ્તાહ પહેલા હાઇકોર્ટમાં ચાર ધામ પ્રવાસને સશર્ત મંજૂરી આપતા કેદારનાથમાં 800, બદ્રીનાથમાં 1000, ગંગોત્રીમાં 600 અને યમુનોત્રીમાં 400 શ્રદ્વાળુઓને એક દિવસમાં દર્શન કરવા માટે પરવાનગી આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ બાદથી શ્રદ્વાળોનું ટોળું ધામો પર પહોંચ્યું હતું અને પ્રશાસને અનેક શ્રદ્વાળુઓને રોકી પાછા મોકલ્યા હતા. આ સમસ્યા બાદ સરકારે ગત ગુરુવારે સોગંદનામુ દાખલ કરીને પ્રવાસીઓની સંખ્યાને સીમા વધારવાની અપીલ કરી હતી.