- આખરે મલિક ઝુક્યા
- સમીન વાનખેડે પર ટિપ્પણી બદલ કોર્ટમાં બિનશરતી માફી માંગી
- છેલ્લા કેટલાક સમયથી તેઓ ટિપ્પણી કરી રહ્યા હતા
નવી દિલ્હી: મુંબઇ ડ્રગ્સ કેસમાં બોલિવૂડ કિંગખાન શાહરૂખના લાડલા આર્યન ખાનનું નામ સામે આવ્યું ત્યારથી મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક NCBના ડાયરેક્ટર સમીર વાનખેડે વિરુદ્વ સતત ટિપ્પણી કરી રહ્યા હતા. અંતે હવે NCP નેતા નવાબ મલિક ઝુક્યા છે અને તેઓએ NCB ડાયરેક્ટર સમીર વાનખેડે વિરુદ્વની ટિપ્પણી માટે બોમ્બે હાઇકોર્ટ સમક્ષ બિનશરતી માફી માંગી છે.
કોર્ટ સમક્ષ બિનશરતી માફી માંગતા નવાબ મલિકે કહ્યું કે, હું નવેમ્બર 25 અને 29 નવેમ્બર 2021ના આદેશોમાં મારા બાંયધરીના ભંગના સંદર્ભમાં આ માનનીય અદાલતમાં મારી બિનશરતી માફી માગું છું. આ આદેશોનો ભંગ કરવાનો મારો કોઇ જ ઇરાદો ન હતો.
નવાબ મલિકે કહ્યું કે, ઇન્ટરવ્યૂ દરમિયાન આપવામાં આવેલા નિવેદનો મર્યાદામાં ન હતા. પરંતુ જ્યારથી મને સલાહ આપવામાં આવી છે અને જાણ કરવામાં આવી છે, ત્યારથી મેં આ પ્રકારની ટિપ્પણીઓ ટાળી છે.
નોંધનીય છે કે,નવાબ મલિકના આરોપો બાદ સમીર વાનખેડેના પિતાએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.જે સંદર્ભ 25 નવેમ્બરના રોજ બોમ્બે હાઈકોર્ટ સમીર વાનખેડેને (Sameer Wankhede) રાહત આપી હતી. ઉપરાંત બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકને આદેશ આપ્યો હતો કે, તે વાનખેડે અને તેમના પરિવાર સામે કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરી શકશે નહી.