Site icon Revoi.in

DRDOની સફળતા, સ્વદેશી એન્જિન સાથે નિર્ભય મિસાઇલનું સફળ પરીક્ષણ

Social Share

નવી દિલ્હી: DRDOએ વધુ એક સફળતા પ્રાપ્ત કરી છે. હવે DRDOએ સ્વદેશી એન્જિન સાથે નિર્ભય ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. અગાઉ ગત વર્ષે ઑક્ટોબરમાં આ મિસાઇલનું પરીક્ષણ કરવાનું હતું, પરંતુ 8 મિનિટની ઉડાન બાદ ટેકનિકલ કારણોસર તેનું પરીક્ષણ રદ કરાયું હતું. જો કે આ વખતે સફળતા સાંપડી છે.

1000 કિમીની રેન્જવાળી આ મિસાઇલનું ઓડિસાનાં ચાંદીપુર રેન્જમાં સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. મિસાઇલને સવારે 9.55 વાગ્યે લોન્ચ કરવામાં આવી, તેણે 100 કિમીની ઉડાન ભરી.

નિર્ભય ક્રુઝ મિસાઇલ બે સ્ટેજની મિસાઇલ છે, પહેલા સ્ટેજમાં નક્કર અને બીજા સ્ટેજમાં પ્રવાહી ઇંધણનો ઉપયોગ કરવામાં આવે છે, આ મિસાઇલ 300 કિગ્રા સુધીનાં પરંપરાગત હથિયારો લઇ જઇ શકે છે, તેની મહત્તમ રેન્જ 1500 કિમી છે, આ મિસાઇલ જમીનથી ઓછામાં ઓછી 50 મીટર ઉપર અને મહત્તમ 4 કિમી ઉપર ઉડીને તેના નિશાનને ધ્વસ્ત કરી શકે છે. આ મિસાઇલ ચીન સરહદે તૈનાત કરવામાં આવશે.