- NEET-UGના વિદ્યાર્થીઓને મોટી રાહત
- સુપ્રીમ કોર્ટે 12 સપ્ટેમ્બરે થયેલી NEET-UGની પરીક્ષા રદ ન કરવાનો મોટો ચુકાદો આપીને વિદ્યાર્થીઓને રાહત આપી
- પરીક્ષા રદની અરજી ફગાવી હોવાથી હવે ટૂંક સમયમાં તેના પરિણામો જાહેર થશે
નવી દિલ્હી: NEET-UGના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર છે. સુપ્રીમ કોર્ટે 12 સપ્ટેમ્બરે થયેલી NEET-UGની પરીક્ષા રદ ન કરવાનો મોટો ચુકાદો આપીને વિદ્યાર્થીઓને રાહત આપી છે. પરીક્ષા રદની અરજી ફગાવી હોવાથી હવે ટૂંક સમયમાં તેના પરિણામો જાહેર થશે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, સુપ્રીમ કોર્ટે પરીક્ષા રદ કરીને નવેસરથી લેવાની અરજી ફગાવતા 12 સપ્ટેમ્બરે થયેલી પરીક્ષાને માન્ય રાખી છે. કોચિંગ સેન્ટરો તેમજ પેપર સોલ્યુશન કરનાર ગિરોહની સીબીઆઇ તપાસની માગ પણ સુપ્રીમ કોર્ટે ફગાવી છે.
આ મામલે જસ્ટિસ એલ નાગેશ્વર રાવ અને બીઆર ગવઇની ખંડપીઠે જણાવ્યું કે, આ અરજી નકામી છે. કેવા પ્રકારની અરજી દાખલ કરાઇ છે જ્યારે લાખો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે.
7.5 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે તે પરીક્ષામાં કોર્ટ દખલ કરવાની નથી. પાંચ FIRના આધારે પરીક્ષા રદ કરી શકાતી નથી. જો કે કોર્ટે શરૂઆતમાં 5 લાખ રૂપિયાનો દંડ માંગ્યો હતો, પરંતુ બાદમાં તેને પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.
ખંડપીઠે કહ્યું કે અમે આદેશમાં કહીશું કે દંડની રકમ વકીલ પાસેથી વસૂલ થવી જોઈએ જેમણે અરજીની સલાહ આપી છે. હકીકતમાં અરજી પર કાગળ લીક અને ગેરવર્તણૂકનો આરોપ મૂકવામાં આવ્યો છે. અરજીની પેન્ડન્સી દરમિયાન પરિણામોની ઘોષણા પર રોક મૂકવા અને પછી નવી નીટ પરીક્ષા લેવા જણાવ્યું છે.
સુપ્રીમ કોર્ટ અનુસાર, અરજીમાં પરીક્ષા માટે સુરક્ષા પ્રોટોકોલ વધારવા માટે નિર્દેશો જારી કરવાની પણ માંગ કરવામાં આવી હતી. સીબીઆઇ, યુપીના ડીજીપીને એખ સપ્તાહની અંદર રિપોર્ટ ફાઇલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.