નવી દિલ્હી: NEET 2021 ની ઓલ ઈન્ડિયા એક્ઝામનું રિઝલ્ટ આવી ગયું છે. તેલંગાણાનાં ટોપર મૃણાલ કુટેરીએ કહ્યું હતું કે તે વિડીયો ગેમ્સ, ટેલિવિઝન અને મ્યુઝિક કશું છોડ્યા વિના જ ટોપ કરી શક્યો હતો.
NEET 2021ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. NEET 2021ની ઑલ ઇન્ડિયા એક્ઝામનું પરિણામ જાહેર થઇ ચૂક્યું છે. આ વખતે NEET 2021 માં તેલંગણાના મૃણાલ કુટેરીએ ટોપ કર્યું છે.
તમે પણ એક્ઝામનું પરિણામ જોવા માંગતા હોય તો neet.nta.nic.in પર ક્લિક કરીને પરિણામ જોઇ શકો છો.
આપને જણાવી દઇએ કે આ વખતે નિટમાં રેકોર્ડબ્રેક 16.14 લાખ પરીક્ષાર્થીઓએ એક્ઝામ આપી હતી.
એક્ઝામ ટોપર મૃણાલ કુટેરી તેની સફળતા વિશે વાત કરતા કહે છે કે, મેં નાનપણમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીનું બનવાનું સપનું જોયું હતું. 7માં ધોરણ પછી એન્જિનિયરિંગ કરવાનું સ્વપ્ન હતું. પરંતુ ગેમ્સ રમી તેમાં કોઇ મજા ના આવી. ત્યારબાદ ભારતીય સેનામાં ડોક્ટર બનવાનું વિચાર્યું. અને પાછળથી સામાન્ય ડૉક્ટર બનવાનું નક્કી કર્યું અને તૈયારીઓ શરૂ કરી.
મૃણાલ કહે છે કે, સફળતા માટે સતત અભ્યાસ કરવો આવશ્યક નથી. પહેલા મે ટાઇમટેબલ બનાવીને અભ્યાસ શરૂ કર્યો. પરંતુ બાદમાં તે બોજરૂપ લાગતા તેણે પોતાની રીતે અભ્યાસ શરૂ કર્યો. હું દર 45 મિનિટ પછી બ્રેક લેતો હતો. જે વિષય ઝડપથી યાદ રહેતો હતો, તે પહેલા જ પૂરો કરતો હતો.
પરીક્ષામાં પણ જે પ્રશ્ન પહેલા આવડે છે, તે પહેલા કરું છું. મારી માતા સોફ્ટવેર એન્જિનિયર છે અને પિતા એચઆર કન્સલ્ટન્ટ છે. પરંતુ મે ડૉક્ટર બનીને સામાન્ય લોકોની સેવા કરવાનું વિચાર્યું, જેથી હું બીજાને સહાયરૂપ થઇ શકું.
તેણે વધુમાં ઉમેર્યુ હતું કે, મે અભ્યાસ સાથે પણ શોખ ચાલુ રાખ્યો. ભણતી વખતે મેં સંગીત, વીડિયો ગેમ્સ અને ટીવી પણ જોયા. અભ્યાસના તણાવને દૂર કરવા માટે સંગીતમાં પણ ગિટાર શીખ્યું જેનાથી માનસિક તણાવ સાવ દૂર થઇ જતો અને હું સ્વસ્થ અનુભવતો હતો.