- ગ્રાહકોને આવતા બિનજરૂરી કોલને લઇને સરકારે કડક વલણ અપનાવ્યું છે
- હવે ટેલિકોમ કંપનીઓએ તેને લઇને નવા નિયમો લાગૂ કર્યા છે
- રિલાયન્સ જીઓ, એરટેલ અને વોડાફોન આઇડિયાએ રવિવાર રાતથી તેના લાગૂ કર્યા છે
નવી દિલ્હી: ગ્રાહકોને દિવસ દરમિયાન અનેકવાર બિનજરૂરી કોલ આવતા હોય છે ત્યારે બિનજરૂરી કોલને લઇને સરકારે કડક વલણ અપનાવ્યું છે જેના કારણે ટેલિકોમ કંપનીએ નવો નિયમ લાગૂ કર્યો છે.
સરકારે કડક વલણ અપનાવ્યા બાદ ટેલિકોમ કંપનીઓએ આ માટે નવા નિયમો લાગૂ કર્યા છે. આ કારણે લાખો ગ્રાહકોને ઓટીપી જેવા જરૂરી SMS મેળવવામાં તકલીફ આવી રહી છે અને આગામી થોડા દિવસ સુધી આ કાયમ રહેશે. કેટલાક ગ્રાહકોને આધાર OTP, કોવિન પ્લેટફોર્મની મદદથી વેક્સિનેશન જેવા જરૂરી કાર્યોને માટે થનારા SMS મેળવવામાં તકલીફ આવી શકે છે.
ટ્રાઇએ પોતાના ગ્રાહકોને બિનજરૂરી કોલ તેમજ ફેક મેસેજની મુશ્કેલીથી બચાવવા માટે ટેલિકોમ કંપનીના ગ્રાહકોના રજિસ્ટ્રેશન તેમજ માનકીકરણના નવા નિયમો લાગૂ કરવા કહ્યું છે. રિલાયન્સ જીઓ, એરટેલ અને વોડાફોન આઇડિયાએ રવિવાર રાતથી તેના લાગૂ કર્યા છે.
અનેક ગ્રાહકોને જરૂરી મેસેજ મેળવવામાં મુશ્કેલી આવી રહી છે. પરંતુ ટેલિકોમ કંપનીનું કહેવું છે આ સમસ્યાનું જલ્દી નિરાકરણ થશે. ટ્રાઇ ઓપરેટરોએ બિનજરૂરી કોલ્સ તેમજ મેસેજને રોકવા માટે બ્લોક ચેન પ્રોધ્યોગિકીનો ઉપયોગ કરવાનું કહ્યું છે. ટ્રાઇએ બિનજરૂરી કોલ્સ તેમજ સ્પેનની સાથે સંબંધિત નિયમોમાં પણ વર્ષ 2018માં ફેરફાર કર્યા હતા.નિયામકે દૂરસંચાર ઓપરેટરોને સુનિશ્ચિત કરવા કહ્યું કે વ્યાવસાયિક સંદેશ ફક્ત રજિસ્ટર્ડ નંબર પર જ મોકલાય.
સરકારે આ કેસમાં કડકાઈ અપનાવી છે. ગ્રાહકોને અનિચ્છનીય કર્મશિયલ કોલ કે એસએમએસ મોકલનારી કંપનીઓ પર દંડની જોગવાઈ કરાઈ છે. એવા એપ વિકસિત કરાયા છે જેની મદદથી ગ્રાહક ટેલિકોમ કંપનીના અનિચ્છનીય કોલ, મેસેજ અને દગાખોરીની ફરિયાદ કરી શકશે.
(સંકેત)