- દેશમાં કોરોનાની બીજી લહેરથી લોકો થઇ રહ્યાં છે સ્વસ્થ
- નવા કેસોમાં ઘટાડો થતા રિકવરી રેટ વધી રહ્યો છે
- દેશના 14 રાજ્યોમાં રિકવરી રેટ 90 ટકા કરતાં પણ વધુ
નવી દિલ્હી: દેશમાં હવે ધીરે ધીરે કોરોનાની બીજી લહેરનો કહેર ઘટી રહ્યો છે અને દેશ બીજી લહેરથી સ્વસ્થ થઇ રહ્યો છે. નવા કેસોમાં ઘટાડો થતા, રિકવરી રેટ સતત સારો થઇ રહ્યો છે. દેશના 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં, રિકવરી રેટ 90 ટકા અથવા તેથી વધુ છે.
રાજ્યોમાં રિકવરી રેટ વિશે વાત કરીએ તો રાજધાની દિલ્હીમાં રિકવરી રેટ 97 ટકા છે. આ પછી, યુપી, બિહાર અને હરિયાણામાં રિકવરી રેટ 94 ટકા છે. મહારાષ્ટ્ર, તેલંગાણા, ઝારખંડ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં રિકવરી રેટ 93 ટકા છે. જ્યારે ઉત્તરાખંડમાં પુન રિકવરી રેટ 80 ટકા છે. મિઝોરમ, સિક્કીમ જેવા રાજ્યોમાં 70-76 ટકા રિકવરી રેટ છે.
જે રાજ્યોમાં રિકવરી રેટ 80-84 ટકાની આસપાસ જોવા મળ્યો છે તેમાં જમ્મૂ-કાશ્મીર, તામિલનાડુ, પુડુચેરી, મણિપુર, ઓડિશા અને આસામ જેવા રાજ્યો સામેલ છે. જે રાષ્ટ્રીય સરેરાશ 89ની તુલનામાં ઓછું છે.
નોંધનીય છે કે, દેશમાં હાલમાં વેક્સિનેશનનું ત્રીજુ ચરણ ચાલી રહ્યું છે જેમાં 18-44 વર્ષની વયજૂથના લોકોને રસી આપવામાં આવી રહી છે. કોરોના મહામારી સામે અમોઘ શસ્ત્ર એવી કોરોના વેક્સિનને વધુને વધુ લોકોને અપાય તે માટે સરકાર સતત પ્રયાસરત છે.