Site icon Revoi.in

જમ્મૂમાં મિલિટ્રી સ્ટેશન પર ફરીથી 2 સંદિગ્ધ ડ્રોન જોવા મળ્યા, સેના એલર્ટ પર

Social Share

નવી દિલ્હી: જમ્મૂ એરબેઝ પર થયેલા ડ્રોન હુમલા બાદ પણ જમ્મૂના કેટલાક વિસ્તારોમાં હજુ પણ ડ્રોન ઉડતા જોવા મળી રહ્યા છે.

આજે ફરીથી વહેલી સવારે જમ્મૂના કાલુચક અને કુંડવાનીમાં બે ડ્રોન નજરે પડ્યા હતા. સુરક્ષા દળો હાલમાં આ ઘટના અંગે સતર્ક છે અને આ ઘટના અંગે વધુ માહિતીની રાહ જોવાઇ રહી છે.

અગાઉ સોમવારે સૈન્યના જવાનોએ રત્નચૂક-કાલુચક સ્ટેશ ઉપર ઉડતા બે ડ્રોન પર ફાયરિંગ કર્યું હતું, જે બાદમાં તે ગુમ થઇ ગયું હતું. અધિકારીઓ અનુસાર, એક ડ્રોન રવિવારે મોડી રાત્રે 12.45 વાગ્યે અને બીજું ડ્રોન બપોરે 2.40 વાગ્યે જોવા મળ્યું હતું.

બીજી તરફ રાષ્ટ્રીય તપાસ એજન્સીએ જમ્મૂ એરપોર્ટ સંકુલમાં સ્થિત એરફોર્સ સ્ટેશન પર ડ્રોન હુમલાની તપાસ હાથ ધરી છે. ડ્રોન હુમલામાં ચીની કનેક્શન હોવાની NIA ને આશંકા છે કારણ  કે થોડાક દિવસ પહેલા જ ચીને પાકિસ્તાનને કેટલાક ડ્રોન આપ્યાં હતા. ત્યારબાદ ISIએ કેટલાક ડ્રોન્સ લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓને આપ્યા હતા.

નોંધનીય છે કે NIAએ જમ્મૂમાં વિસ્ફોટક પદાર્થ અધિનિયમ, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ અને ભારતીય દંડ સંહિતાની કલમ 307(હત્યાનો પ્રયાસ), 120બી (ગુનાહિત કાવતરું)ની અનેક કલમો હેઠળ કેંસ નોંધવામાં આવ્યા છે.