ફેબ્રુઆરીમાં ભારતને મળશે વધુ ત્રણ રાફેલ વિમાન, છેલ્લું રાફેલ વિમાન એપ્રિલમાં મળી જશે
- ફેબ્રુઆરીમાં ભારતીય વાયુસેનાની તાકાત વધશે
- વાયુસેનામાં ફેબ્રુઆરીમાં વધુ ત્રણ રાફેલ સામેલ થશે
- છેલ્લુ રાફેલ વિમાન ભારતને એપ્રિલમાં મળી જશે
નવી દિલ્હી: ભારતીય વાયુસેનાની તાકાત ફેબ્રુઆરી મહિનામાં વધી જશે. ભારતીય વાયુસેનાને વધુ ત્રણ રાફેલ વિમાન ફેબ્રુઆરી મહિનામાં જ મળી જશે.
પ્રાપ્ત વિગતો અનુસાર, 1 કે 2 ફેબ્રુઆરીના રોજ આ ત્રણ વિમાનો ભારત પહોંચે તેવી સંભાવના છે. આ લડાકૂ વિમાનોની ખાસિયત એ છે કે તેને ખાસ કરીને ભારતની જરૂરિયાતોને અનુસાર ઉપકરણોથી સજ્જ કરાયા છે. જ્યારે છેલ્લુ રાફેલ વિમાન એપ્રિલમાં ભારતને મળી જશે.
આપને જણાવી દઇએ કે જો હવામાન યોગ્ય રહેશે તો 1 અથવા 2 ફેબ્રુઆરીના રોજ આ વિમાન ભારત આવવા રવાના થશે. ત્રણ વિમાનો નોન સ્ટોપ ઉડાન માટે હવામાં જ રિફ્યુલિંગ કરશે.
બીજી તરફ એપ્રિલ 2022માં જે રાફેલ ભારતને મળવાનું છે તે પણ નિર્મિત થઇ ચૂક્યું છે. ફ્રાંસે ભારતને 36 રાફેલ આપવાનું નક્કી કર્યું છે.
આ છે વિશેષતાઓ
ભારત માટેના રાફેલને હવાથી હવામાં માર કરતા લાંબા અંતરના મિટિયોર મિસાઈલ, લો બેન્ડ ફ્રિન્સવી જામર્સ, રડાર વોર્નિંગ રિસિવર, સિન્થેટિક અપર્ચર રડાર, ગ્રાઉન્ડ મુવિંગ ટાર્ગેટ ઈન્ડિકેટર, મિસાઈલ એપ્રોચ વોર્નિંગ સિસ્ટમ , અત્યંત હાઈ ફ્રિન્કવન્સી રેન્જ ડિકોટ વડે સજ્જ કરાયા છે.