Site icon Revoi.in

1.2 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ માટે આજે ખુશીનો દિવસ, ખાતામાં જમા થઇ શકે છે 2 લાખ રૂપિયા

Social Share

નવી દિલ્હી: આજે કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર આવી શકે છે. આ કર્મચારીઓની પ્રતિનિધિત્વ કરતી સંસ્થા નેશનલ કાઉન્સિલ ઑફ જેસીએમની કેન્દ્ર સરકારના અધિકારીઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં કર્મચારીઓના DA અંગે નિર્ણય કરવામાં આવશે. સરકાર દ્વારા કર્મચારીઓને 1 જાન્યુઆરી, 2020થી લઇને 1 જાન્યુઆરી 2021 સુધીના 3 હપ્તાની ચૂકવણી કરવામાં આવી શકે છે. આ ઉપરાંત જૂન, 2021ના DAની પણ જાહેરાત થઇ શકે છે. કર્મચારીઓને 18 મહિનાનું એરિયર્સ આપવાની કેન્દ્ર સરકારની યોજના છે.

આજે National Council of JCM,ડિપાર્ટમેન્ટ ઑફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ (DoPT)ના અધિકારીઓ અને નાણા મંત્રાલયના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાશે.

લેવલ 1 ના કર્મચારીઓના ડી.એ.ની બાકી રકમ 11,880 રૂપિયાથી લઇને રૂ. 37,554 છે. બીજી બાજુ, લેવલ -13 ના કર્મચારીઓની 7 મી સીપીસી બેઝિક પગાર ધોરણની ગણતરી રૂ. 1,23,100 થી રૂ. 2,15,900 અથવા લેવલ -14 (પે-સ્કેલ) માટે થશે તો કર્મચારીના હાથમાં ડી.એ. બાકીની રકમ 1,44,200 રૂપિયાથી લઈને 2,18,200 રૂપિયા સુધીની ચુકવણી કરવામાં આવશે.

ગણતરી કરીએ તો, જેમનો લઘુત્તમ ગ્રેડ પગાર 1800 રૂપિયા (લેવલ -1 બેઝિક પે સ્કેલ રેન્જ 18000 થી 56900) છે તે રૂ. 4320 [{4000 ની 18000} X 6] ની રાહ જોઈ રહ્યા છે. જ્યારે [56,900ના નો X4] પગાર ધરાવતા લોકો 13,656 રૂપિયાની રાહ જોઈ રહ્યા છે.

જે કર્મચારીઓનો લઘુત્તમ પગાર 18000 રૂપિયા છે તેમને ડી.એ. એરિયર્સ રૂ. 11,880 (4320 + 3240 + 4320) આપવામાં આવશે. આ ઉપરાંત તેમાં 15 ટકા મોંઘવારી ભથ્થું ઉમેરવાની પણ અપેક્ષા છે. જો આવું થશે તો પછી દર મહિને તમારા પગારમાં 2700 રૂપિયા ઉમેરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે કર્મચારીઓના ડીએ લગભગ 18 મહિના પછી વધશે. ગયા વર્ષે દેશભરમાં કોરોના ફેલાવાને કારણે કર્મચારીઓનો ડીએ ફ્રીઝ કરી દેવામાં આવ્યા હતા. જાન્યુઆરી 2020માં ડીએમાં 4 ટકાનો વધારો કરાયો હતો.