Site icon Revoi.in

RTIમાં ચોંકાવનારો ખુલાસો, ભારતમાં 9.27 લાખ બાળકો અતિ કુપોષિત

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે એક ચોંકાવનારો ખુલાસો એક RTIમાં થયો છે. RTIમાં થયેલા ચોંકાવનારા ખુલાસા અનુસાર ભારતમાં 9.27 લાખ બાળકો ગંભીર અને અતિ કૂપોષિત છે. જેમાંથી સૌથી વધુ બાળકો ઉત્તરપ્રદેશ અને બિહારમાં છે. આ બાળકોનું વયજૂથ 6 મહિનાથી લઇને 6 વર્ષ છે. નવેમ્બર-2020 સુધીનો ગંભીર અને અતિ કૂપોષિત બાળકોના વર્ગમાં આટલા બાળકો નોંધાયા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, નવેમ્બર 2020 સુધીમાં દેશમાં 9,27,606 ગંભીર અને અતિ કૂપોષિત બાળકો નોંધાયા હતા. જેમાંથી સૌથી વધુ ઉત્તરપ્રદેશમાં 3,98,359 અને બિહારમાં 2,79,427 બાળકો છે. આપને જણાવી દઇએ કે ગત વર્ષે કેન્દ્રીય મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલયે આ વર્ગમાં આવતા કૂપોષિત બાળકોનો ડેટા આપવા તમામ રાજ્યોને સૂચના આપી હતી.

ગંભીરત રીતે કૂપોષિત થયેલા બાળકો લદ્દાખ, લક્ષદ્વીપ, મણિપુર, નાગાલેન્ડ અને મધ્યપ્રદેશમાં નોંધાયા નથી. જો કે આ ચારેય રાજ્યોમાં લદ્દાખ સિવાય કોઇ રાજ્યની આંગણવાડીએ આ વર્ગના કૂપોષિત બાળકોનો ડેટા આપ્યો જ નથી.

નિષ્ણાતોના મતે આ આંકડાઓ દર્શાવે છે કે કોરોના મહામારીની પરિસ્થિતિ અતિ ગરીબ વર્ગના બાળકોમાં આ સમસ્યા વધારી શકે છે.