Site icon Revoi.in

વિરાટ સિદ્વિ: 7 વર્ષીય બાળકે આફ્રિકાની સૌથ ઉંચી ચોટી પર તિરંગો લહેરાવ્યો

Social Share

નવી દિલ્હી: તેલંગાણાના માત્ર 7 વર્ષની ઉંમર ધરાવતા પર્વતારોહક વિરાટ ચંદ્રાએ એક સિદ્વિ હાંસલ કરી છે. તેલંગાણાના માત્ર 7 વર્ષના પર્વતારોહક વિરાટ ચંદ્રાએ આફ્રિકાના સૌથી ઉંચા પર્વત કિલિમાંજરો પર પહોંચીને તિરંગો લહેરાવ્યો છે. વિરાટે ગત 6 માર્ચના રોજ તાંઝાનિયાની 5,895 મીટર ઉંચી કિલિમાંજરો ચોટી પર આ સિદ્વિ હાંસલ કરી હતી.

તે સમયે વિરાટની સાથે તેના કોચ ભરત પણ હતા. 75 દિવસના આકરા પ્રશિક્ષણ અને 5 માર્ચના રોજ ચઢાઇ શરૂ કરીને વિરાટે આ સિદ્વિ હાંસલ કરી હતી. વિરાટે જણાવ્યું હતું કે, હું થોડો ડરેલો હતો પરંતુ મારા લક્ષ્ય સુધી પણ પહોંચવા માંગતો હતો એટલે જ મે હાર નહોતી માની. આ ટોચી બરફના તોફાનો તેમજ ભયંકર ઠંડી માટે પ્રખ્યાત છે.

વિરાટના આ અભિયાનનું નેતૃત્વ કરનારા કોચ ભરતે તેમણે અભિયાન માટે તમામ પ્રકારની સાવધાનીઓ વરતી હોવાનું જણાવ્યું હતું. તેમના કહેવા પ્રમાણે જો વિરાટ અસહજતા અનુભવેત તો તેઓ પાછા વળી જવાના હતા પરંતુ વિરાટે તો ગર્વ અપાવ્યો. ભરતે જણાવ્યું કે, તેઓ જ્યારે પર્વતારોહકોને કિલિમાંજરો પર ચઢાઈ માટે પ્રશિક્ષણ આપે છે ત્યારે અનેક લોકો પાછા હટી જાય છે પરંતુ વિરાટે ખૂબ સમર્પણ સાથે પોતાનું પ્રશિક્ષણ પૂરૂ કર્યું.

(સંકેત)