- જમ્મૂ કાશ્મીર અધ્યયન કેન્દ્ર, ગુજરાત વિભાગ દ્વારા રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન
- પરિસંવાદમાં ‘પાકિસ્તાન અને ચીન દ્વારા માનવ અધિકારોનું હનન’ વિષય પર કરાશે ચર્ચા
- JNU યુનિવર્સિટીના ફેકલ્ટી કરશે સંવાદ
નવી દિલ્હી: વિશ્વમાં કેટલાક દેશોમાં લઘુમતીઓની દશા વધુને વધુ કફોડી છે. ખાસ કરીને ચીન અને પાકિસ્તાન જેવા દેશોમાં લઘુમતીઓ પર અત્યાચાર, દમન કરવામાં આવે છે અને તેઓ વારંવાર હિંસાનો ભોગ પણ બનતા રહે છે ત્યારે આ જ પરિપ્રેક્ષ્યમાં જમ્મૂ કાશ્મીર અધ્યયન કેન્દ્ર, ગુજરાત વિભાગ દ્વારા રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે.
જમ્મૂ કાશ્મીર અધ્યયન કેન્દ્ર, ગુજરાત વિભાગ દ્વારા આયોજીત કરવામાં આવેલા રાષ્ટ્રીય પરિસંવાદમાં ‘પાકિસ્તાન અને ચીન દ્વારા માનવ અધિકારોનું હનન’ વિષય પર પ્રકાશ પાડવામાં આવશે.
પરિસંવાદના મુખ્ય વક્તા તરીકે JNU યુનિવર્સિટીના વરિષ્ઠ ફેકલ્ટી ડૉ. મહેશ દેબાતા અને JNU યુનિવર્સિટીના સેન્ટર ફોર નેશનલ સિક્યોરિટી સ્ટડીઝના ફેકલ્ટી ડૉ. આયુષી કેતકર ઉપસ્થિત છે.
LIVE UPDATES:
કાર્યક્રમની શરૂઆતમાં તામિલનાડુ હેલિકોપ્ટર ક્રેશમાં દેહાંત પામેલા દેશના પ્રથમ CDS જનરલ બિપિન રાવત, તેમની પત્નિ મધુલિકા રાવત અને અન્ય 12 સૈન્યકર્મીઓને શ્રદ્વાંજલિ આપવામાં આવી હતી.
દિલીપ કટારીયાએ આજના વક્તાઓનો પરિચય આપ્યો હતો.
JNU યુનિવર્સિટીના વરિષ્ઠ ફેકલ્ટી ડૉ. મહેશ દેબાતાએ વિષય પર કહ્યું હતું કે, શિનચ્યાંગ અને તિબેટ ચીનના બે પ્રાંત છે. શિનચ્યાંગ સૌથી મોટું પ્રાંત છે. શિનચ્યાંગ અને તિબેટ ચીનની જાળમાંથી બહાર નીકળવા માંગે છે. શિનચ્યાંગ અને તિબેટ અલગ રાજ્યની માંગ ચીન પાસે કરી રહ્યા છે. તેઓએ શિનચ્યાંગ, તિબેટ અને ચીનનો નક્શો પણ બતાવ્યો હતો. બ્લુ કલરમાં છે તે ઇસ્ટ તુર્કિસ્તાન છે. ત્યાં ઉઇગર મુસ્લિમ 44 ટકા રહે છે. હાન વસ્તી 39 ટકા છે. વર્ષ 1949માં ચીન જ્યારે આઝાદ થયું ત્યારે ઉઇગરની વસ્તુ 88 ટકા હતી. આજે તેનાથી અડધી છે. હાનની વસ્તી ત્યારે 8 ટકા હતી અને હવે તે 40 ટકા છે.
શિનચ્યાંગ અને તિબેટ સ્વતંત્રતા ઇચ્છે. તિબેટ ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે અલગ રાજ્ય ઇચ્છે છે પરંતુ 70 વર્ષના પ્રયાસો બાદ પણ સફળતા નથી મળી. ચીનમાં 55 ટકા લઘુમતી કોમ રહે છે. 47 ટકા લઘુમતીઓ શિનચ્યાંગમાં રહે છે. શિનચ્યાંગની સીમા 8 દેશોને જોડે છે. ચીન ત્યાંના દરેક સ્થાનિકો માટે 70 વર્ષથી ખતરો બન્યું છે. શિનચ્યાંગ અને તિબેટ એ ચીનનું જ અભિન્ન અંગ છે તેવું ચીન માને છે. ચીન એવું માને છે કુદરતી સ્ત્રોત આમાં વધુ છે. 30 ટકા રૂનું ઉત્પાદન શિનચ્યાંગમાં થાય છે. તેથી ચીન શિનચ્યાંગ, તિબેટને ઉત્પાદન કેન્દ્ર માને છે.
સંપૂર્ણ કાર્યક્રમ અહીંયા નિહાળો.
https://www.facebook.com/watch/live/?ref=watch_permalink&v=588407862220414
વર્ષ 2011થી શિ જિનપિંગની સરકાર આવી છે ત્યારથી તેઓનું સપનુ વર્ષ 2049 સુધીમાં વિશ્વમાં નંબર 1 બનવું છે. વર્ષ 1950માં ગ્રેટ લિફ ફોરવર્ડ શરૂ કર્યું હતું. કલ્ચરલ રિવોલ્યુશન દરમિયાન ચીને 30-40 લાખ લોકોની કત્લેઆમ કરી હતી. 1950માં 200 પરિવારો હિંદુસ્તાન આવ્યા હતા. ભારતે ક્યારેય ઉઇગર કે તિબેટ કાર્ડ નથી રમ્યું. G219 અને G216 એક્સપ્રેસ હાઇ વે બનાવ્યો છે. આ બંને વચ્ચે બાયપાસ છે. આ હિંદુસ્તાન માટે ખતરો છે. ચીને 10 લાખ તિબેટિયનની કત્લેઆમ કરી છે. શિનચ્યાંગ અને તિબેટમાં 1 કરતા વધારે બાળકોને કરવાની મંજૂરી છે. હાન લોકો તિબેટને કાબૂ કરે છે.
તિબેટ અને શિનચ્યાંગમાં હાન લોકોએ રાજકારણ, અર્થતંત્ર દરેકને કાબુ કર્યું. ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીનું ત્યાં વર્ચસ્વ વધાર્યું. ધીરે ધીરે શિનચ્યાંગ અને તિબેટના મોટા ભાગના સેક્ટર પર કબ્જો કર્યો. અહીંયાથી જ માનવાધિકારનું હનન શરૂ થયું. મારવું, અત્યાચાર કરવો, હત્યા કરવી બધુ, શોષણ કરવું અને જેલમાં નાંખવું. ગત ચાર પાંચ વર્ષમાં 1.5 મિલિયન તિબેટિયનોને કેદ કર્યા છે. કોન્સન્ટ્રેશન કેમ્પમાં રાખ્યા છે.
શિનચ્યાંગમાં જે પણ જાય છે તે હંમેશા હાન લોકોના રડાર પર રહે છે. તિબેટમાં લોકો વિરોધ નથી કરી શકતા. મતદાન નથી કરી શકતા. તિબેટમાં ચૂંટણી નથી થતી. શિનચ્યાંગમાં દાઢી નથી રાખી શકતા. ત્યાં અનેક પ્રકારના નિયંત્રણો છે. અકબર નામ ના દઇ શકાય. તિબેટને તમે છોડીને નથી જઇ શકતા. ત્યાં BBC, રોઇટર્સ, CNN, AL ZAZEERA કોઇ નથી જઇ શકતું. ત્યાં વોટ્સએપ નથી. ત્યાં સ્માર્ટફોન નથી. બધુ કંટ્રોલમાં છે. ત્યાં પાઇતુ ડોટ કોમ છે. ત્યાં દરેક વસ્તુ ચીનના નિયંત્રણ હેઠળ છે. તમારે રોડથી કોઇ જગ્યાએ જવું હોય તો તેના માટે પણ ત્યાં પરવાનગી લેવી અનિવાર્ય છે. ત્યાં દરેક લોકો કંટ્રોલ હેઠળ છે. ચીનના કંટ્રોલ હેઠળ છે. ત્યાં માનવ અધિકારો નામની વસ્તુ જ નથી.
શિંગચ્યાન સુંદર જગ્યા છે. રસ્તાઓ ખૂબ જ સારા છે. ત્યાં લોકોનો કોઇ વિકાસ નથી થયો. હાન લોકોનો જ ખાલી વિકાસ થયો છે. ચારેય તરફ ત્યાં કેમેરા છે. હેકિંગ સિસ્ટમ છે. સર્વેલન્સ સિસ્ટમ છે. ઉઇગર મુસ્લિમો અને અન્ય લોકોની દરેક ગતિવિધિઓ પર નજર રાખવામાં આવે છે. અભિવ્યક્તિ પર નિયંત્રણ છે. શિંગચ્યાનમાં ઉઇગર મુસ્લિમોની મસ્જિદમાં જો જરા પણ તિરાડ પડી જાય તો હાન લોકો તેને કેફે અથવા અન્ય કોઇ જગ્યા બનાવી નાખે છે. ઉઇગરને મારવા માટે ઉઇગરનો જ ઉપયોગ કર્યો. ઉઇગર મુસ્લિમોની સાંસ્કૃતિક ઓળખને પણ નાબૂદ કરી નાખી. ચીન કહે છે કે પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઇનાના નાગરિકો છે. ઉઇગરોને જબરદસ્તી ચાઇનીઝ શીખવાનું કહેવાય છે.
પાકિસ્તાનમાં માનવ અધિકાર વિશે વાત કરતા ડૉ. આયુષી કેતકરે કહ્યું હતું કે, ભારતમાં માનવ અધિકાર સંસ્કૃતિનો જ ભાગ છે. યુનાઇટેડ નેશનમાં પણ રાઇટ્સ ઑફ મેન વિશે વાત થતી હતી. ડૉ. હંસા મહેતાએ કીધુ કે રાઇટ્સ ઑફ વીમેનની પણ વાત થવી જોઇએ. ત્યારબાદ અનેક વિચારણા બાદ રાઇટ્સ ઓફ વીમેન શબ્દ અસ્તિત્વમાં આવ્યો. ભૂગોળને માનવું અને ઇતિહાસને સમજવો જરૂરી છે. પાકિસ્તાન ઓક્યુપાઇડ જમ્મૂ કાશ્મીર અને પાકિસ્તાન ઓક્યુપાઇડ લદ્દાખ બંને થઇને 78,000 સ્ક્વેર કિલોમીટરનો વિસ્તાર છે. આજે ભારત પાસે જમ્મૂ કાશ્મીરનો માત્ર 1,01,056 સ્ક્વેર કિલોમીટર હિસ્સો છે એટલે કે આપણે જમ્મૂ કાશ્મીરનો 50 ટકાથી વધુ હિસ્સો ગુમાવી દીધો છે. જમ્મૂ કાશ્મીરનો 50 ટકાથી વધુ હિસ્સો જતો રહ્યો છે તેના અંગે લોકો ચિંતિત નથી.
જ્યારે ભારતે 5 ઓગસ્ટ, 2019ના રોજ જમ્મૂ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી ત્યારે જ પાકિસ્તાને ગિલગિટ-બાલ્ટિસ્ટાનને પોતાનો પાંચમો પ્રાંત જાહેર કર્યો હતો. ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર અહીંયાથી જતો હોવાથી ચીને પાકિસ્તાનને ગિલગિટ બાલ્ટિસ્ટાનને પ્રાંત જાહેર કરવાનું દબાણ કર્યું. પાકિસ્તાન અગાઉ માત્ર ચાર પ્રાંત હતા. સૌથી વધુ દેહાંતદંડ પાકિસ્તાનમાં થયા છે.
પાકિસ્તાનમાં લોકોને લોકો તરીકે જ ટ્રીટ નથી કરવામાં આવતા. 90 ટકા મહિલાઓ પાકિસ્તાનમાં ઘરેલુ હિંસાનો ભોગ બને છે. પાકિસ્તાનમાં ઘરેલુ હિંસાનો ભોગ બનેલી મહિલાઓ ફરિયાદ પણ નથી કરતા. આ તો તેઓના જીવનનો ભાગ છે તેવું માનીને ચાલે છે. 1000 કરતાં પણ વધુ છોકરીઓ ઓનર કિલિંગ, દુષ્કર્મનો ભોગ બને છે. મહિલાઓને જ બધુ ભોગવવાનું આવે છે.
પાકિસ્તાનનો નક્શો જોઇએ તો ત્યાં સૌથી વધુ મુસ્લિમ છે. માનવ અધિકારની ત્યાં વાત થાય છે જ્યાં અન્ય લઘુમતીઓની વસ્તી પણ નોંધપાત્ર હોય. માનવ અધિકારની વાત ત્યાં થાય છે જ્યા અભિવ્યક્તિની સ્વતંત્રતા હોય. ત્યાં લઘુમતીઓ વારંવાર દેખાવો કરતા રહે છે અને અધિકારોની માંગ કરતા રહે છે. ચીન હવે પાકિસ્તાનનું અંગ બની ગયું છે. પાકિસ્તાન દિવસ પર ચીન ત્યાં પરેડ કરે છે. ગિલગિટ બાલ્ટિસ્ટાનમાં ચાઇનીઝ રહેવા લાગ્યા છે. ત્યાં આર્મી રાખે છે. મોટા ભાગના ચાઇનીઝ લોકો પાકિસ્તાનની મહિલાઓ સાથે લગ્ન કરે છે.
આ રીતે બંને વક્તાઓએ ચીન અને પાકિસ્તાન દ્વારા થતા માનવાધિકારોના હનન પર અનેક મુદ્દાઓ પર વિસ્તૃત રીતે ચર્ચા કરી હતી.
કાર્યક્રમનું આયોજન અમદાવાદના કાંકરિયા પાસે આવેલા ડૉ. હેડગેવાર ભવન ખાતે કરવામાં આવ્યું છે. કાર્યક્રમ દરમિયાન કોવિડ સંબંધિત દરેક માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવ્યું છે અને દરેક તકેદારી પણ રાખવામાં આવી હતી.