Site icon Revoi.in

ગુરુજી વ્યાખ્યાનમાળા: “ધર્મચક્ર પ્રવર્તનાય’ વિષય પર બે દિવસીય વ્યાખ્યાનનું આયોજન

Social Share

અમદાવાદ: દેશમાં જ્યારે એક તરફ પાશ્વાત્ય સંસ્કૃતિનો ફેલાવો વધી રહ્યો છે અને તેનું આંધળુ અનુકરણ પણ અનેક બાબતે કરવામાં આવી રહ્યું છે ત્યારે દેશમાં રાષ્ટ્રીય વિચારો અને મૂલ્યોનું સંવર્ધન થાય તે પણ અતિ આવશ્યક બન્યું છે ત્યારે રાષ્ટ્રીય વિચારોનો પ્રચાર અને પ્રસાર થાય તે હેતુસર માધવ સ્મૃતિ ન્યાસ કર્ણાવતી દ્વારા દર વર્ષે ગુરુજી વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવે છે.

દર વર્ષે માધવ સ્મૃતિ ન્યાસ કર્ણાવતી દ્વારા યોજાતા ગુરુજી વ્યાખ્યાનમાળા અંતર્ગત આગામી 19 અને 20 ફેબ્રુઆરી, 2021ના રોજ “ધર્મચક્ર પ્રવર્તનાય’ એટલે કે ધર્મ ચક્ર પ્રવર્તન વિષય પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે.

માધવ સ્મૃતિ ન્યાસ કર્ણાવતી દ્વારા યોજાતા ગુરુજી વ્યાખ્યાનમાળા અંતર્ગત આગામી 19 અને 20 ફેબ્રુઆરી, 2021ના રોજ “ધર્મચક્ર પ્રવર્તનાય’ પર સાંજે 7 કલાકે આ વ્યાખ્યાન યોજાશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માનનીય સહ સરકાર્યવાહ ડૉ. મનમોહન વૈધ વ્યાખ્યાનના મુખ્ય વક્તા રહેશે. તેઓ આ વિષય પર વિચારણીય, ચિંતનીય અને તાર્કિક પ્રબોધન કરશે.

આ વ્યાખ્યાનને માધવ સ્મૃતિ ન્યાસના ફેસબૂક પેજ તેમજ વિશ્વ સંવાદ કેન્દ્રના ફેસબૂક પેજ પરથી લાઇવ નિહાળી શકાશે.

આ વ્યાખ્યાનને તમે નીચે આપેલી લિંક પરથી લાઇવ નિહાળી શકશો.

“ધર્મચક્ર પ્રવર્તનાય’વિષય પર વ્યાખ્યાન સાંભળવા અહીંયા ક્લિક કરો.

“ધર્મચક્ર પ્રવર્તનાય’વિષય પર વ્યાખ્યાન સાંભળવા અહીંયા ક્લિક કરો.

(સંકેત)