Site icon Revoi.in

ગુરુજી વ્યાખ્યાનમાળા 2021: ડૉ. મનમોહન વૈધે કહ્યું – ધર્મચક્રને સંચાલિત કરવું એ દરેકની જવાબદારી છે

Social Share

અમદાવાદ: દેશમાં રાષ્ટ્રીય વિચારો અને મૂલ્યોનું સંવર્ધન થાય તે પણ અતિ આવશ્યક બન્યું છે ત્યારે રાષ્ટ્રીય વિચારોનો પ્રચાર અને પ્રસાર થાય તે હેતુસર માધવ સ્મૃતિ ન્યાસ કર્ણાવતી દ્વારા દર વર્ષે ગુરુજી વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વખતે 19 અને 20 ફેબ્રુઆરી, 2021 દરમિયાન બે દિવસીય ગુરુજી વ્યાખ્યાનમાળા આયોજીત થઇ હતી. આ વ્યાખ્યાનમાળા દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માનનીય સહ સરકાર્યવાહ ડૉ. મનમોહન વૈધ વ્યાખ્યાનના મુખ્ય વક્તા રહ્યા હતા. તેઓએ ‘ધર્મચક્ર પ્રવર્તનાય’ વિષય પર બે દિવસ સંબોધન આપ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન મંચસ્થ મહાનુભાવો તરીકે  મહાનગર માનનીય સંઘચાલક મહેશ પરીખ, માધવ સ્મૃતિ ન્યાસના પ્રમુખ ટ્રસ્ટી નંદુભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માનનીય સહ સરકાર્યવાહ ડૉ. મનમોહન વૈધે ‘ધર્મચક્ર પ્રવર્તનાય’ વિષય પર સંબોધન દરમિયાન, ધર્મચક્ર, ધર્મચક્રનું મહત્વ, ધર્મ, સંઘ, ધર્મનું જીવનમાં મહત્વ, સંઘની સમાજ નિર્માણમાં ભૂમિકા, સેક્યુલર, સેક્યુલારિઝમ જેવા મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માનનીય સહ સરકાર્યવાહ ડૉ. મનમોહન વૈધે ‘ધર્મચક્ર પ્રવર્તનાય’ વિષય પર વિચારણીય, ચિંતનીય અને તાર્કિક પ્રબોધન કર્યું હતું.

આજનું સંબોધન અહીંયા સાંભળો

https://fb.watch/3MS2U1Moi1/

વાંચો લાઇવ સંબોધનના મુખ્ય અંશો

સેક્યુલરને ગુજરાતી અને હિન્દીમાં પણ સેક્યુલર જ લખાય તો હિતાવહ છે. હિંદુની વાત કરવી એ એન્ટિ સેક્યુલર છે.

ડૉ. મનમોહન વૈધે એક મહિલા પત્રકાર જે નોકરીની શોધમાં હતા તેનું ઉદાહરણ ટાંકતા કહ્યું હતું કે આપણે સેક્યુલર શબ્દનો ઓછો ઉપયોગ કરવો જોઇએ. કોઇ નેતા મસ્જિદમાં જઇને ચાદર ચડાવે છે તો તેને લોકો સેક્યુલર એક્ટ કહે છે અને કોઇ નેતા મંદિરમાં જઇને પ્રાણ પતિષ્ઠા કરે છે તો તેને લોકો કોમ્યુનલ એક્ટ કહે છે.

હું જેને પણ 10-15 વર્ષથી મળું છું તેને પૂછુ છું કે શું તમે સેક્યુલર છો, તો તે લોકો જવાબ નથી આપી શકતા. કોઇકને પૂછીએ છે અને એમ એ કહે કે, તે સેક્યુલર છે, તો હું પૂછું છું કે, સેક્યુલર કેમ છો. તો તેઓ કહે છે કે, તે દરેક ધર્મમાં માને છે. તો પછી મે કીધું તમે હિંદુ છો. ભારતના સંદર્ભમાં કોઇ વ્યક્તિ કહે કે હું સેક્યુલર છું, તો તે વ્યક્તિ ખોટું બોલે છે. કોઇ વ્યક્તિને સેક્યુલર હોવાની જરૂર જ નથી. ભારતમાં દરેક વ્યક્તિનો પોતાનો ધર્મ છે. વ્યક્તિને સેક્યુલર થવાની જરૂર જ નથી.

દરેક વ્યક્તિનો પોતાનો ધર્મ છે. બસમાં ડ્રાઇવર બસ ચલાવતા પહેલા ઇષ્ટ દેવને નમન કરે છે. તો તેને છૂટ છે, તેમાં કઇ ખોટું નથી. ભારતમાં યહૂદી અને પારસી આવ્યા. ખ્રિસ્તી આવ્યા. આ લોકોની ભાષા, દેવતાઓ દરેક વસ્તુ અલગ હતી. આ દરેકને સમાન હક મળ્યો. દરેકને પોતાનો ધર્મ મનાવવાની છૂટ મળી. એકમાત્ર હિંદુત્વ કોમન વસ્તુ હતી.

સંવિધાનમાં સેક્યુલર અને માઇનોરિટીની કોઇ વ્યાખ્યા જ નથી. સ્કોલરશિપ છે, હજની સબસિડી, કોઇ પણ મુસ્લિમ દેશમાં સબસિડી આપવામાં આવતી નથી. હજને સબસિડી આપવી એ કોઇ સેક્યુલર સ્ટેટનું કામ નથી. તેમ છતાં સબસિડી અપાય છે. રાજ્ય સરકારે દરેક વ્યક્તિને એક સમાન રીતે જોવા જોઇએ અને ટ્રીટ કરવા જોઇએ. સ્વતંત્ર ભારતનો ધ્વજ કેવો હોવો જોઇએ. તેની એક સિસ્ટમ છે.

સેક્યુલર શબ્દનો અનુવાદ કરવાનું છોડી દેવું જોઇએ. તેને રિલીજયનના સિમિત અર્થથી બહાર નીકાળવું જોઇએ. સમાજમાં સંઘ કાર્ય કરવા માટે, પોતાને લાયક બનાવવા માટે શાખામાં જવુ જોઇએ. શાખા ઇગો મેનેજમેન્ટ માટે બેસ્ટ વસ્તુ છે. શાખામાં બધા સાથે જ રમે છે. પડે છે. ઉભા થાય છે. ત્યાં વ્યક્તિનો ઇગો કાબૂમાં રહે છે. ભારત સિવાયના 45 દેશોમાં શાખામાં લોકો નિસ્વાર્થ જઇ રહ્યા છે.

ગત ચાર પાંચ વર્ષોથી કેન્યાના લોકોએ કેન્યાના લોકોને સંગઠિત કરવા માટે ત્યાં શાખા શરૂ કરી છે. ત્યાં સાંધિક ગીત થાય છે. ત્યાં પ્રાર્થના થાય છે. શાખામાં જવું આવશ્યક છે. સંઘ કાર્ય સમાજમાં જઇને કરવું મહત્વનું છે. ધર્મચક્ર પ્રવર્તનાય જે લોકસભામાં લખવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટમાં, રાજ્યસભામાં લખાયું છે. અશોકચક્ર એ વાસ્તવમાં ધર્મચક્ર છે.

ધર્મચક્રને ફેરવતું રાખવું એ પ્રત્યેક વ્યક્તિની ફરજ અને કર્તવ્ય છે. ધર્મ ક્યારેય ભેદભાવ નથી કરતો. ધર્મ દરેકને એક કરે છે. ધર્મ દરેકને એક સાથે બાંધે છે. ધર્મ એ છે જે ધારણા કરે છે. વ્યક્તિએ પોતાને સેક્યુલર થવાની જરૂર નથી. આજે વિશ્વ નાનું થઇ ચૂક્યું છે. વીડિયો કોલ, ઇન્ટરનેટને કારણે વિશ્વ નાનું બન્યુ છે. દરેકે સાથે જ રહેવાનું છે. દરેકે શાંતિપૂર્ણ રીતે સાથે રહેવું જોઇએ. એનો ઉત્તર ભારત પાસે છે.

સંઘ સંપૂર્ણ સમાજ છે. ધર્મચક્ર પ્રવર્તનાય એટલે પ્રત્યેક વ્યક્તિ રાષ્ટ્રીય હશે ત્યારે દાયિત્વ સિદ્વ થશે.

(સંકેત)