Site icon Revoi.in

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર “એન્થ્યુસિયાસ્ટિક શી-સેલિબ્રેટીંગ ધ પાવર ઓફ શીરોઝ” વિષય પર વર્ચ્યુઅલ સેશનનું થયું આયોજન

Social Share

મુંબઇ: આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે એસોચેમ વેસ્ટર્ન રિજિયન દ્વારા “એન્થ્યુસિયાસ્ટિક શી-સેલિબ્રેટીંગ ધ પાવર ઓફ શીરોઝ” વિષય ઉપર સ્પેશિયલ વર્ચ્યુએલ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આજે આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રમાં વિશેષ યોગદાન આપનારી મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાતમાં આગળી ઓળખ ઉભી કરનારી ચાર મહિલાઓ પણ ભાગ લીધો હતો. આ વર્ચ્યુઅલ સેશન દરમિયાન વિવિધ ક્ષેત્રમાં વિશેષ યોગદાન આપનારી મહિલાઓએ પોતાના ક્ષેત્રના અનુભવ, મહિલા સામે રહેલા પડકારો, સંઘર્ષ, મહિલાઓની સામાજીક ભૂમિકા જેવા અનેકવિધ મુદ્દાઓ પર પોતાના અનુભવ સાથે પ્રકાશ પાડ્યો હતો અને આજના સમાજમાં મહિલાઓને પણ સમાનતના દરેક હક જે નથી મળતા તે મળે તે માટેની હાકલ કરી હતી.

એસોચેમ વેસ્ટર્ન રિજિયન દ્વારા “એન્થ્યુસિયાસ્ટિક શી-સેલિબ્રેટીંગ ધ પાવર ઓફ શીરોઝ” વિષય ઉપર સ્પેશિયલ વર્ચ્યુએલ સેશનની શરૂઆતમાં એસોચેમ – વેસ્ટર્ન રિજિયનના ચેરમેન જક્ષય શાહ દ્વારા દરેક મહિલા દિગ્ગજોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ વર્ચ્યુઅલ સેશનની શરૂઆત કરવામાં આવી હતી.

આજના વર્ચ્યુઅલ સેશનના કેટલાક અંશો

યુનિસેફ ગુજરાત ફિલ્ડ ઓફિસના ચીફ ડો. લક્ષમી ભવાની હાલમાં સંબોધન આપી રહ્યા છે. દરેક વિષયમાં મેનેજમેન્ટનું મહત્વ હોય છે. મેનેજમેન્ટથી દરેક વસ્તુ શક્ય છે. સમાજમાં આજના સમયમાં પણ સ્ત્રીઓ પ્રત્યે દ્વેષની ભાવના જોવા મળે છે. આ માટે કંઇક આવશ્યક પગલાં લેવામાં આવે તે જરૂરી છે.

ટ્રાન્જેન્ડર વુમન એક્ટિવિટ ધનંજય ચૌહાણે પણ ટ્રાન્સજેડર મહિલાઓની વ્યથા વિશે વાત કરી હતી. અમે બાળપણથી સંઘર્ષ કરી રહ્યા છે. અમારી ઓળખાણ માટે અમે બાળપણથી સંઘર્ષ કરીએ છીએ. ઘરથી જ ભેદભાવ શરૂ થાય છે. અમે અલગ છીએ તો શું થયું. દરેક જગ્યાએ બાળપણથી જ હેરાનગતિ સહન કરવી પડી છે. કોલેજમાં લોકો કિન્નર કહેતા તો પણ કોલેજમાં ભણતર માત્ર જ લક્ષ્ય હતું. ટ્રાન્સજેડર સાથે દુષ્કર્મ થાય તો તેની સજા માત્ર 2 વર્ષની જ હોય છે જે અયોગ્ય છે. ટ્રાન્સજેડરને આમ દરેક પૂજે છે, પણ તેને ઘરમાં કોઇ પૂજતું નથી. પરમાત્માએ અમને આ રીતે જ બનાવ્યા છે અને અમે તે સ્વીકાર્યું છે. અમે જેમ છીએ તેમ બરોબર છે. પંજાબમાં મે કિન્નરો માટે અલગ બાથરૂમ નિર્માણ માટે સંઘર્ષ કર્યો અને આજે ભારતમાં સૌથી પહેલા કિન્નરો માટેનું બાથરૂપ પંજાબ યુનિવર્સિટીમાં છે.

જાણીતા ધારાશાસ્ત્રી સીમા કુશવાહે જણાવ્યું હતું કે, ભારતમાં હજુ પણ સ્ત્રીને સમાન રીતે જોવામાં આવતી નથી અને હજુ સ્ત્રીને માત્ર એક સાધન જ સમજવામાં આવે છે. જેનું પાછળનું કારણ છે ભારતનો પુરુષપ્રધાન સમાજ.  આજનું તંત્ર સમગ્ર રીતે પુરુષથી સંચાલિત છે. સ્ત્રી આજે પણ કોઇપણ હોદ્દા પર હોય તેનો સ્વીકાર યોગ્ય રીતે નથી કરવામાં આવતો. આજે પણ સ્ત્રીના મંતવ્યને મહત્વ આપવામાં આવતું નથી. દરેક ક્ષેત્રમાં સ્ત્રીનું મંતવ્ય લેવામાં આવે તે આવશ્યક છે. સ્ત્રીઓની માંગ એટલી જ છે. જે સ્ત્રી ખૂબ જ શિક્ષીત છે એ મંતવ્ય આપી શકે કે સ્ત્રીઓને શું જોઇએ છે. સ્ત્રીઓની લડાઇ માત્ર તેના પોતાના અધિકારો માટે નથી, પરંતુ તેના સંતાન માટે પણ છે. બાળકોનો ઉછેર કઇ રીતે થાય તે નક્કી કરવાનો અધિકાર સ્ત્રીનો છે.

વેલવેટ એસ્કેપ્સના ડાયરેક્ટર હાર્દી ઓઝા પટેલે પોતાના અનુભવ વિશે વાત કરતા કહ્યું હતું કે, તેઓ ટ્રાવેલિંગના ખૂબ જ શોખીન છે, તેઓએ માત્ર 10 વર્ષના સમયગાળામાં 72 દેશોમાં પ્રવાસ કર્યો છે. તેઓનો મુખ્ય ઉદ્દેશ લોકોને દરેક દેશને ઊંડાણપૂર્વક જોવા માટે તક પ્રદાન કરવાનો છે. હું ટોય ટુરૂઝિમ, રૂરલ અને ટ્રાઇબલ ટૂરિઝમને પ્રોત્સાહન આપી રહી છું.

વર્ષ 2018માં યુપીએસસીના ટોપર મધ્યપ્રદેશના આસિ. કલેકટર સૃષ્ટી જે. દેશમુખ પોતાના સફર વિશે વાત કરતા કહ્યું હતું કે, હંમેશા સ્વપન ઉચું જુઓ. કોઇપણ તમારી ટીકા કરે તો તેનાથી નિરાશ ના થશો. હંમેશા સમર્પણ અને મહેનતથી સપના જુઓ અને તેને સાકાર કરવા પ્રયાસરત થાઓ.

નોંધનીય છે કે, આજના આ વર્ચ્યુઅલ સેશનમાં અનેક મહિલા અગ્રણીઓ પોતાના અનુભવ શેર કર્યા હતા જેમાં સામાજીક કાર્યકર એવા પદ્મશ્રી સિંધુતાઈ સાપકલ, ભારતીય મહિલા રેસલર બબીતા કુમારી ફોગટ, યુનિસેફ ગુજરાત ફિલ્ડ ઓફિસના ચીફ ડો. લક્ષમી ભવાની, જાણીતા ધારાશાસ્ત્રી સીમા કુશવાહ, ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના વુમન ડોકટર્સ વિંગના નેશનલ ચેરપર્સન ડો. મોના પી. દેસાઈ, ગુજરાતી ફિલ્મ જગતના પ્રથમ મહિલા ડાયરેકટર અને અભિનેત્રી શિતલ શાહ, સાયકોલોજીસ્ટ ડો. સારિકા મહેતા, વર્ષ 2018માં યુપીએસસીના ટોપર મધ્યપ્રદેશના આસિ. કલેકટર સૃષ્ટી જે. દેશમુખ, સામાજીક કાર્યકર પ્રજ્ઞા પ્રસુન, કેરલાના આઈપીએસ મેરીન જોસેફ, ટ્રાન્જેન્ડર વુમન એક્ટિવિટ ધનંજય ચૌહાણ, વેલવેટ એસ્કેપ્સના ડાયરેક્ટર હાર્દી ઓઝા પેટલ, વેલનેશ એન્ડ ફેસ યોગા એક્સપર્ટ વિભુતી અરોરા, વુમનનોવાતોરના સ્થાપક તૃપ્તી સિંઘલ સોમાણી ઉપસ્થિત રહી હતા.

(સંકેત)