1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આધાર કાર્ડ સંબંધિત સમસ્યા હોય તો આ નંબર પર ફોન કરી મેળવો ઉકેલ
આધાર કાર્ડ સંબંધિત સમસ્યા હોય તો આ નંબર પર ફોન કરી મેળવો ઉકેલ

આધાર કાર્ડ સંબંધિત સમસ્યા હોય તો આ નંબર પર ફોન કરી મેળવો ઉકેલ

0
Social Share
  • UIDAIએ આધાર સંબંધિત સમસ્યાઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો
  • UIDAIએ દેશમાં હેલ્પલાઇન નંબર 1947 શરૂ કર્યો છે
  • જે દેશમાં 12 અલગ અલગ ભાષાઓમાં સહયોગ આપે છે

નવી દિલ્હી: આજના સમયમાં તમામ સરકારીથી લઇને ખાનગી સંસ્થાના કાર્યોથી માંડીને સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે પણ આધાર કાર્ડ ફરજીયાત કરવામાં આવ્યું છે ત્યારે આધાર કાર્ડની અનિવાર્યતા ખૂબ જ વધી ચૂકી છે. આધારકાર્ડ હવે એક મૂળભૂત પુરાવો બની ગયું છે. માટે જો તમારી પાસે આધાર કાર્ડ નથી તો તમારે તેને જલ્દી બનાવી લેવું જોઇએ.

જો તમારી પાસે આધાર કાર્ડ જોઇએ છે અને તેને લગતી કોઇ સમસ્યા છે તો આધાર દ્વારા જાહેર કરવામાં આવેલા હેલ્પલાઇન નંબરથી તે મેળવી શકો છો.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, UIDAIએ દેશમાં હેલ્પલાઇન નંબર 1947 શરૂ કર્યો છે. જે દેશમાં 12 અલગ અલગ ભાષાઓમાં સહયોગ આપે છે. આ નંબર પર કોલ કર્યા પછી તમને આધાર કાર્ડની સાથે જોડાયેલી તમામ સમસ્યાનું સમાધાન મળશે.

UIDAI અનુસાર અંગ્રેજી, તેલુગુ, કન્નડ, તમિલ, મલયાલમ, પંજાબી, ગુજરાતી, મરાઠી, ઉડિયા, બંગાળી, આસામી અને ઉર્દુ જેવી ભાષાઓમાં આ હેલ્પલાઇન નંબર પર મદદ કરવામાં આવે છે. હવે દેશમાં UIDAIએ જાહેર કરેલા આ હેલ્પલાઇન નંબરથી આધાર કાર્ડ સંબંધિત સમસ્યાઓનો ઉકેલ લાવવાની પ્રક્રિયા વધુ સરળ કરવામાં આવી છે.

UIDAIએ લોકો માટે આધાર માત્ર 50 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવાનું પણ શરૂ કર્યું છે. અને તે એટીએમ જેવું દેખાતું એક કાર્ડ છે. એટીએમ જેવું દેખાતું આ કાર્ડ લોકોને પરવડે તેવી કિંમતે ઉપલબ્ધ છે. પીવીસીવાળું આ આધાર કાર્ડ ઘણાં સેફ્ટી ફીચર્સ ધરાવે છે. તમે UIDAIની અધિકૃત વેબસાઇટ પર જઇને તેને બનાવી શકો છો.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code