1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આર્ટિકલ 370 હટાવવાના 17 મહિના બાદ સરકારે સિવિલ સર્વિસીઝની જમ્મૂ-કાશ્મીર કેડરને કરી ખતમ
આર્ટિકલ 370 હટાવવાના 17 મહિના બાદ સરકારે સિવિલ સર્વિસીઝની જમ્મૂ-કાશ્મીર કેડરને કરી ખતમ

આર્ટિકલ 370 હટાવવાના 17 મહિના બાદ સરકારે સિવિલ સર્વિસીઝની જમ્મૂ-કાશ્મીર કેડરને કરી ખતમ

0
Social Share
  • સરકારે જમ્મૂ-કાશ્મીર રીઓર્ગેનાઇઝેશન એક્ટ 2019માં સંશોધન માટે નોટિફિકેશન જારી કર્યું
  • કેન્દ્ર સરકારે હવે સિવિલ સર્વિસીઝના જમ્મૂ-કાશ્મીર કેડરને ખતમ કરી દીધી
  • જમ્મૂ કાશ્મીરના આઇએએસ, આઇપીએસ તેમજ આઇએફએસ અધિકારી હવે AGMUT કેડરનો ભાગ હશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે હવે સિવિલ સર્વિસીઝના જમ્મૂ-કાશ્મીર કેડરને ખતમ કરી દીધી છે. સરકારે જમ્મૂ-કાશ્મીર રીઓર્ગેનાઇઝેશન એક્ટ 2019માં સંશોધન માટે નોટિફિકેશન જારી કર્યું છે. તેનાથી જમ્મૂ કાશ્મીરના આઇએએસ, આઇપીએસ તેમજ આઇએફએસ અધિકારી હવે AGMUT કેડરનો ભાગ હશે.

આ પહેલા જમ્મુ-કાશ્મીર કેડરના અધિકારીઓની નિયુક્તિ બીજા રાજ્યોમાં નહોંતી થતી. પરંતુ, હવે નવા આદેશ બાદ અહીંના અધિકારીઓને અન્ય રાજ્યોમાં નિયુક્ત કરી શકાશે. રાજધાની દિલ્હી પણ એજીએમયુટી કેડરમાં જ આવે છે. આવનારા સમયમાં દિલ્હીના અધિકારીઓની નિયુક્તિ પણ જમ્મુ-કાશ્મીરમાં થઈ શકશે. તો, જમ્મુ-કાશ્મીર કેડરના અધિકારીઓની નિમણૂક દિલ્હી, અરૂણાચલ પ્રદેશ, ગોવા અને મિઝોરમમાં કરી શકાશે.

કલમ 370 હટાવાયા બાદથી જમ્મુ-કાશ્મીરને બે ભાગમાં વહેંચવામાં આવ્યું હતું. જમ્મુ-કાશ્મીરને એક કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવાયો હતો, તો લદાખને બીજું કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવાયું હતું. તે પછી જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ 2019 મુજબ જમ્મુ-કાશ્મીર અને લદાખના આઈએએસ, આઈપીએસ અને અન્ય કેન્દ્રીય સેવાઓના અધિકારીઓને એજીએમયુટી કેડરમાં સામેલ કરાયા હતા.

નોટિફિકેશનમાં એ પણ માહિતી આપવામાં આવી છે કે, એજીએમયુટી કેડરના અધિકારી કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત નિયમો અનુસાર કામ કરશે. કેન્દ્ર સરકાર તરફથી આ પગલું કલમ 370 નાબુદ કરાયાના 17 મહિના પછી લેવામાં આવ્યું છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code