- બ્લેક ફંગસ બાદ હવે વ્હાઇટ ફંગસનો ખતરો વધ્યો
- વ્હાઇટ ફંગસથી વ્યક્તિના ફેફસાં ઉપરાંતના અંગ થાય છે સંક્રમિત
- આ વ્હાઇટ ફંગસ બ્લેક ફંગસ કરતાં પણ છે વધુ ખતરનાક
પટણા: કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ રિકવરી દરમિયાન કેટલાક દર્દીઓમાં બ્લેક ફંગસ થવાનો ખતરો વધી જાય છે અને હવે બ્લેક ફંગસ વચ્ચે વ્હાઇટ ફંગસનો પણ ખતરો વધ્યો છે. જ્યારે રાજ્યમાં તેનો પ્રથમ કેસ આવ્યો ત્યારે ખળભળાટ મચી ગયો હતો.
પ્રાપ્ત જાણકારી અનુસાર, બિહારમાં વ્હાઇટ ફંગસના 4 મામલા પ્રકાશિત થયા છે અને વ્હાઇટ ફંગસ બ્લેક ફંગસ કરતાં પણ વધુ ખતરનાક સાબિત થાય છે. સંક્રમિતોમાં પટનાના એક ડૉક્ટરનો પણ સમાવેશ થાય છે.
બ્લેક ફંગસ કરતાં પણ ખતરનાક વ્હાઇટ ફંગસ
વ્હાઇટ ફંગસ બીમારી બ્લેક ફંગસ કરતા પણ વધુ ઘાતક છે. કહેવામાં આવી રહ્યું છે કે, વ્હાઇટ ફંગસથી ફેફસાં સંક્રમિત થાય છે અને શરીરના બીજા અંગ જેવા કે નખ, સ્કીન, પેટ, કિડની, મગજ અને ગુપ્ત અંગમાં પણ સંક્રમણ ફેલાતું જાય છે.
ડૉક્ટરે જણાવ્યું હતું કે, ચાર દર્દીઓમાં અલગ અલગ લક્ષણો જોવા મળ્યા હતા, જો કે તેમને કોરોના નહીં હોવાનું સામે આવ્યું હતું, પરંતુ ત્યારબાદ નિદાન કરતા માલૂમ પડ્યું હતું કે તેઓ વ્હાઇટ ફંગસથી સંક્રમિત છે. વ્હાઇટ ફંગસથી ફેફસાં પણ સંક્રમિત થાય છે.
વ્હાઇટ ફંગસની તપાસ કરાવવી અનિવાર્ય
ડૉક્ટર્સ અનુસાર જો HRCTમાં કોરોનાના લક્ષણ જણાય તો વ્હાઇટ ફંગસ છે કે નહીં તે જાણવા માટે ગળફાની તપાસ કરાવવી અનિવાર્ય બને છે. ઓછી રોગપ્રતિકારક શક્તિને કારણે જ બ્લેક ફંગસની જેમ વ્હાઇટ ફંગસ થાય છે. જે લોકો પહેલાથી જ ડાયાબિટીસથી પિડિત છે તે આ ફંગસના વધુ શિકાર બને છે.