Site icon Revoi.in

ભારત થયું ગૌરવાન્તિત: એર ઇન્ડિયાના પાયલટ કેપ્ટન જોયા અગ્રવાલ સંયુક્ત રાષ્ટ્રમાં મહિલા પ્રવક્તા બન્યા

Social Share

નવી દિલ્હી: ભારત ફરી ગૌરવાન્તિત થયું છે. એર ઇન્ડિયાના પાયલટ કેપ્ટન જોયા સંયુક્ત રાષ્ટ્રમાં પ્રવક્તા બન્યા છે. જનરેશન ઇક્વિલીટ અંતર્ગત સંયુક્ત રાષ્ટ્રમાં મહિલા પ્રવક્તા બનનાર એર ઇન્ડિયાના પાયલટ કેપ્ટન જોયા અગ્રવાલે કહ્યું હતું કે, હું ખૂબ જ વિનમ્રતા સાથે એ કહેવા માંગું છું કે, મને સંયુક્ત રાષ્ટ્ર મહિલા જેવા મંચ પર પોતાના દેશ અને એર ઇન્ડિયાના ધ્વજવાહનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી તે મારા માટે ખૂબ ગૌરવની વાત છે. સમગ્ર વિશ્વમાં પોતાનું દેશનું માન વધારવા માટે મને ખૂબ સન્માનની લાગણી અનુભવાઇ રહી છે.

પોતાના સ્વપ્ન વિશે વાત કરતા કેપ્ટન જોયા અગ્રવાલે કહ્યું હતું કે, મે ત્યારે સપના જોવાનું ચાલુ કર્યું હતું જ્યારે હું આઠ વર્ષની હતી. હું સિતારાઓને અડવા માંગતી હતી. હું દરેક છોકરી તેમજ મહિલાઓને કહેવા ઇચ્છું છું કે, પોતાની આજુબાજુના માહોલની પરવા કર્યા વગર સપના જોવાનું ચાલુ રાખો. મહેરબાની કરીને સપના જુઓ અને પૂરા સમર્પણ અને સંકલ્પ સાથે તેને પૂરું કરવા માટે પ્રયાસ કરો.