Site icon Revoi.in

કોરોના મહામારીને કારણે આ વર્ષે પણ અમરનાથ યાત્રા રદ્દ, શ્રદ્વાળુઓ ઑનલાઇન દર્શન કરી શકશે

Social Share

નવી દિલ્હી: અમરનાથા યાત્રા માટેનું પ્લાનિંગ કરી રહેલા લોકો માટે મહત્વના સમાચાર છે. કોરોના સંક્રમણની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા અમરનાથ યાત્રા રદ્દ કરી દેવામાં આવી છે. સતત બીજીવાર કોવિડ-19ને કારણે અમરનાથ યાત્રા રદ્દ થઇ છે. પરંતુ શ્રદ્વાળુઓ 28 જૂનથી ઑનલાઇન દર્શન કરી શકશે.

અગાઉ જમ્મૂ કાશ્મીરના ઉપ રાજ્યપાલ મનોજ સિન્હાએ કહ્યું હતું કે, સરકાર જલ્દી વાર્ષિક અમરનાથ તીર્થયાત્રા આયોજીત કરવાનો નિર્ણય કરશે. પરંતુ સાથે તેમ પણ કહ્યું હતું કે, લોકોના જીવ બચાવવા એ તેઓની પ્રથમ પ્રાથમિક્તા રહેશે.

હિમાલયના ઉંચાઈ વાળા ભાગમાં 3880 મીટર ઉંચાઈ પર સ્થિત ભગવાન શિવના ગુફા મંદિર માટે 56 દિવસીય યાત્રા 28 જૂનના પહલગામ અને બાલટાલ માર્ગોથી શરૂ થવાની હતી અને આ યાત્રા 22 ઓગસ્ટે સમાપ્ત થવાની હતી.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2020માં મહામારીને કારણે તીર્થયાત્રા રદ્દ કરી દેવામાં આવી હતી. આ પહેલા સિન્હાએ વિકાસ વિકાસ કાર્યો સિવાય જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં ભાગ લીધો. બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા, કેન્દ્ર સરકાર તથા જમ્મુ કાશ્મીર પ્રશાસનના સર્વોચ્ચ સુરક્ષા અને ગુપ્તચર તંત્રના અધિકારી સામેલ થયા હતા.