1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દ્વિતિય વિશ્વ યુદ્વ દરમિયાન ગુમ થયેલા પોતાના 400 સૈનિકોની ભારતમાં શોધખોળ કરશે અમેરિકા
દ્વિતિય વિશ્વ યુદ્વ દરમિયાન ગુમ થયેલા પોતાના 400 સૈનિકોની ભારતમાં શોધખોળ કરશે અમેરિકા

દ્વિતિય વિશ્વ યુદ્વ દરમિયાન ગુમ થયેલા પોતાના 400 સૈનિકોની ભારતમાં શોધખોળ કરશે અમેરિકા

0
Social Share
  • અમેરિકાનો રક્ષા વિભાગ દ્વિતિય વિશ્વ યુદ્વ દરમિયાન ગુમ થયેલા તેના સૈનિકોના અવશેષો શોધશે
  • જેના માટે તેણે ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સાથે હાથ મિલાવ્યો છે
  • NFSU DPAA તેમના મિશનમાં વૈજ્ઞાનિક રૂપથી મદદરૂપ થશે

નવી દિલ્હી: અમેરિકાના રક્ષા વિભાગે એક મહત્વનો નિર્ણય લીધો છે. દ્વિતિય વિશ્વ યુદ્વ દરમિયાન ભારતમાં ગુમ થયેલા પોતાના 400થી વધુ સૈનિકોના અવશેષોને શોધવાનો પ્રયત્ન અમેરિકી રક્ષા વિભાગે તેજ કર્યો છે. જેના માટે તેણે ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સાથે હાથ મિલાવ્યો છે.

NFSUના વિશેષજ્ઞ અમેરિકાના રક્ષા વિભાગ અંતર્ગત કામ કરનાર એક અન્ય સંગઠન ડીપીએએની મદદ કરશે. ડીપીએએ એવું સંગઠન છે જે યુદ્વ દરમિયાન ગુમ અને બંદી બનાવવામાં આવેલા સૈનિકોના લેખા-જોખા રાખે છે.

એનએફએસયૂમાં ડીપીએએની મિશન પ્રોજેક્ટ મેનેજર ડો.ગાર્ગી જાનીએ કહ્યું કે ‘અમેરિકાના લાપતા સૈનિકોના અવશેષોને શોધવામાં સંભવ મદદ કરવામાં આવશે. ‘

ડૉ. ગાર્ગીએ કહ્યુ હતું કે, એજન્સીની ટીમો બીજા વિશ્વ યુદ્વ, કોરિયાઇ યુદ્વ, વિયતનામ યુદ્વિ, શીત યુદ્વ અને ઇરાક અને ફારસની ખાડી યુદ્વો સહિત અમેરિકાના ગત સંઘર્ષો દરમિયાન ગુમ થયેલા સૈનિકોના અવશેષોને શોધીને તેમની ઓળખ કરીને તેમને પરત લાવવાનો પ્રયાસ કરશે.

બીજા વિશ્વ યુદ્વ, કોરિયાઇ યુદ્વ, વિયતનામ યુદ્વ અને શીત યુદ્વ દરમિયાન અમેરિકાના 81,800 સૈનિક ગુમ થયા છે. જેમાંથી 400 ભારતમાં ગુમ થયા હતા. NFSU DPAA તેમના મિશનમાં વૈજ્ઞાનિક રૂપથી મદદરૂપ થશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code