નવી દિલ્હી: દેશ માટે આજનો દિવસ ખૂબ જ અગત્યનો છે. આજે દેશના ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં થયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા છે. ચાર રાજ્યો તેમજ એક કેન્દ્રશાસિત પ્રદેશમાં કુલ 2364 કેન્દ્રો પર મતગણતરી શરૂ છે. અત્યારસુધીના ટ્રેન્ડ પર નજર કરીએ તો પશ્વિમ બંગાળમાં મમતા બેનર્જી સરકાર ફરીથી જીતની હેટ્રિક તરફ આગળ વધી રહી છે તો બીજી તરફ અસમમાં સત્તારુઢ ભાજપ તેમજ કેરળમાં ફરીથી વામ મોરચો જીત તરફ આગળ વધી રહ્યો છે.
ચૂંટણી પંચના અત્યારસુધીના આંકડાઓથી એ સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે, આ રાજ્યોમાં સત્તારૂઢ સરકારની જ સરકાર ફરી બનવા જઇ રહી છે અને તામિલનાડુમાં વિપક્ષી દ્રમુકની આગેવાની હેઠળનું ગઠબંધન અન્નાદ્રમુકને સત્તાથી બેદખલ કરવા તરફ આગળ વધી રહ્યું છે. કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં AINRC NDA જીત તરફ આગળ વધી રહ્યું છે.
વાંચો દરેક રાજ્યોના ચૂંટણી પરિણામોની અપડેટ્સ
પુડ્ડુચેરી ચૂંટણી પરિણામ
ચૂંટણી પંચની અધિકૃત વેબસાઇટ અનુસાર, પુડુચેરીમાં 30 બેઠકોમાંથી 25 બેઠકો પરનું રૂજાન આવી ગયું છે. તેમાં યુપીએની સરકાર ચાર બેઠકો પર જીતી ચૂકી છે અને બે પર આગળ ચાલી રહી છે. જ્યારે NDAની સરકાર 11 બેઠકો મેળવી ચૂકી છે અને ત્રણ પર આગળ ચાલી રહી છે.
કેરળ ચૂંટણી પરિણામ
ચૂંટણી પંચની વેબસાઇટ અનુસાર, કેરળની બધી જ 140 બેઠકોનું રુજાન આવી ચૂક્યું છે. તેમાં LDFએ 29 બેઠકો પર જીત હાંસલ કરી છે અને 71 બેઠકો પર આગળ ચાલી રહી છે. જ્યારે UDF સાત બેઠકો પર જીત હાંસલ કરી ચૂક્યું છે અને 31 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.
અસામ ચૂંટણી પરિણામ
અત્યારસુધી અસામમાં 126 બેઠકોમાથી 124 બેઠકોનું રૂજાન આવી ચૂક્યું છે. તેમાં ભાજપ પાંચ બેઠકો પર જીતી ચૂક્યું છે અને 50 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. જ્યારે કોંગ્રેસ માત્ર એક બેઠક પર જીત્યું છે અને 29 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.
અસમના મંત્રી તેમજ ભાજપના નેતા હેમંત બિસ્વા શર્માએ કહ્યું કે રાજ્યમાં ભાજપ ફરીથી સરકાર બનાવશે અને મુખ્યમંત્રી પણ પાર્ટીનો જ ચહેરો હશે.
તામિલનાડુ ચૂંટણી પરિણામ
એમકે સ્ટેલિનના વિજય પર રાહુલ ગાંધીએ અભિનંદન પાઠવ્યા.
કેરળ ચૂંટણી પરિણામ
કેરળના મુખ્યમંત્રી પિનરાઇ વિજયને પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરીને કહ્યું કે, કેરળની સરકારે ફરી એક વખત LDF પક્ષમાં વિશ્વાસ દર્શાવ્યો છે અને ભારે બહુમતથી જીત અપાવી છે. આ સમય જશ્ન મનાવવાનો નથી. પરંતુ કોવિડ વિરુદ્વ લડત આપવાનો છે.
કેરળમાં CPIના નેતા કોડિયરી બાલકૃષ્ણને કહ્યું કે લોકોના જનાદેશથી સાબિત થાય છે કે તેઓ LDF સરકારની જનતા સમર્થક નીતિઓથી ખુશ છે. આ લોકોની જીત છે. પીએમ મોદીએ અનેક નેતાઓ સાથે અહીંયા રેલી કરી પણ એક પણ સીટ જીતી ના શક્યા.
અસમ પરિણામ – હેમંત બિસ્વ શર્મા પાંચમી વાર જીત્યા
અસમના જલુકબારી બેઠકથી અસમના મંત્રી હેમંત બિસ્વા શર્મા સતત પાંચમી વાર જીત્યા છે. તેઓએ 1,01,911 મતોના માર્જીનથી જીત હાંસલ કરી છે.
પશ્વિમ બંગાળમાં TMC ફરીથી સત્તામાં આવી શકે છે
પશ્ચિમ બંગાળમાં ટીએમસી સત્તામાં પાછી ફરતી જોવા મળી રહી છે. ટ્રેન્ડમાં ટીએમસીને 202 બેઠકો, ભાજપ+ ને 87 જ્યારે કોંગ્રેસ+ 1 બેઠક પર આગળ છે. જો કે રાજ્યના મુખ્યમંત્રી અને ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જી પોતે નંદીગ્રામ બેઠકથી પાછળ છે. આ બેઠક પર ભાજપના શુવેન્દુ અધિકારી પ્રતિસ્પર્ધિ છે. છેલ્લી માહિતી મુજબ શુવેન્દુને અત્યાર સુધીમાં 34430 મતો મળ્યા છે જ્યારે મમતા બેનર્જીને 30655 મતો મળ્યા છે. રાજ્યમાં સ્થિતિ જો આમ જ રહી તો એવું થશે કે ટીએમસી ગઢ સાચવશે પણ મમતા બેનર્જી ચૂંટણી હારશે.
તમિલનાડુમાં DMK નો ડંકો વાગ્યો
તમિલનાડુ વિધાનસભા ચૂંટણી પરિણામમાં આજે મતગણતરી ચાલુ છે જેમાં શરૂઆતથી જ DMK આગળ જોવા મળી રહી છે. જ્યારે સત્તાધારી AIADMK પાછળ છે. AIADMK+ 99 બેઠકો પર જ્યારે DMK+ 133 બેઠકો પર આગળ છે.
અસમમાં ભાજપ આગળ
અત્યાર સુધીના ટ્રેન્ડ મુજબ અસમમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએની વાપસી નિશ્ચિત જણાઈ રહી છે. જો કે કોંગ્રેસના નેતૃત્વવાળું ગઠબંધન પણ બહુ પાછળ નથી. ટ્રેન્ડ મુજબ ભાજપના નેતૃત્વવાળુ એનડીએ 84 બેઠકો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ+ 41 બેઠકો પર આગળ છે. અન્ય એક બેઠક પર આગળ છે.
કેરળમાં રચાયો ઈતિહાસ!
કેરળમાં માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (CPM)ના નેતૃત્વવાળું સત્તાધારી LDF રાજ્યમાં 140 બેઠકોમાંથી 87 બેઠકો પર આગળ છે જ્યારે કોંગ્રેસના નેતૃત્વવાળું UDF 47 બેઠકો પર આગળ છે. ભાજપ+ 3 અને અધર્સ 3 બેઠકો પર આગળ છે.
પુડુચેરીમાં ભાજપ આગળ
પુડુચેરીમાં પણ ભાજપ+ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. અહીં તેઓ 8 બેઠક પર આગળ છે. જ્યારે કોંગ્રેસ+ 3 બેઠકો પર આગળ છે. પુડુચેરીમાં કુલ 30 બેઠકો છે. જેમાંથી હજુ સુધી 12 બેઠકોના ટ્રેન્ડ આવ્યા છે.
આ બાજુ લેટેસ્ટ સ્થિતિની વાત કરીએ તો 269 બેઠકોના ટ્રેન્ડ સામે આવ્યા છે. જેમાં ટીએમસી 173 બેઠક પર આગળ છે જ્યારે ભાજપ 93 બેઠક પર આગળ છે. કોંગ્રેસ+ 3 અને અન્ય એક બેઠક પર આગળ છે.
– ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયએ ચૂંટણી પરિણામ પર કહ્યું કે અત્યારે કઈ પણ કહેવું જલદી કહેવાશે કારણ કે અનેક રાઉન્ડ બાકી છે. સાંજે જ સ્થિતિ ક્લિયર થશે. અમે 3 બેઠકથી શરૂ કર્યું હતું અને અમને એવું કહેવાયું હતું કે તમે 100 સીટ પણ નહીં મેળવી શકો. અમે તે માર્ક ક્રોસ કરી લીધો છે. અમે મેજિક નંબર પણ ક્રોસ કરીશું.
– ટ્રેન્ડમાં ટીએમસીને મળ્યો બહુમત, 274 બેઠકના ટ્રેન્ડ સામે આવ્યાં જેમાં 163 બેઠક પર ટીએમસી આગળ જ્યારે ભાજપ+ 107 બેઠક અને કોંગ્રેસ+ 4 બેઠક પર આગળ. પશ્ચિમ બંગાળમાં બહુમત માટે 147 બેઠકની જરૂર છે.
– 263 બેઠકના ટ્રેન્ડ આવ્યા, ટીએમસી 142 બેઠક અને ભાજપ+ 116 બેઠક પર જ્યારે કોંગ્રેસ+ 5 બેઠક પર આગળ
– મોટો ઉલટફેર ભાજપના બાબુલ સુપ્રીયો ટોલીગંજ બેઠક પર પાછળ
– 244 બેઠકોના ટ્રેન્ડમાં 129 પર ટીએમસી અને 109 પર ભાજપ+ અને 6 પર અન્ય આગળ
– નંદીગ્રામ બેઠક પર શુવેન્દુ અધિકારી વધુ લીડ સાથે આગળ, મમતા બેનર્જી 8000 મતોથી પાછળ
– હાલ ટીએમસી 106 અને ભાજપ + 100 બેઠકો પર અને કોંગ્રેસ+ 6 બેઠક પર આગળ
– મમતા બેનર્જી 1400 મતોથી પાછળ, ભાજપના શુવેન્દુ અધિકારી છે નંદીગ્રામના ચૂંટણી મેદાનમાં
– હાલ પોસ્ટલ બેલેટની ગણતરી ચાલુ છે.
– પુડુચેરીમાં ભાજપ+ 11 અને કોંગ્રેસ+ 4 બેઠક અને અન્ય એક બેઠક પર આગળ
– ટીએમસીની લીડ વધી, 88 પર આગળ જ્યારે ભાજપ+ 68 બેઠકો પર આગળ, કોંગ્રેસ+ 3 બેઠક પર આગળ
– અસમમાં ભાજપ હવે આગળ ટ્રેન્ડમાં BJP+ 68, કોંગ્રેસ+ 32 બેઠક પર આગળ, જ્યારે અન્ય 4 બેઠક પર આગળ
– કેરળમાં LDFને ટ્રેન્ડમાં જબરદસ્ત લીડ 89 પર આગળ અને UDF 47, ભાજપ 4 પર આગળ
– તામિલનાડુમાં હવે AIADMK + 94 અને DMK+ 125 બેઠક પર જ્યારે એક બેઠક પર અન્ય આગળ
– બંગાળમાં હવે ટીએમસી આગળ, 107 બેઠકોના ટ્રેન્ડ આવ્યા, 55 પર ટીએમસી અને 51 પર ભાજપ+ અને 1 પર અન્ય આગળ
– ટોલીગંજથી ભાજપના બાબુલ સુપ્રીયો આગળ
– પશ્ચિમ બંગાળમાં હવે ભાજપનું પલડું ભારે, 90 બેઠકોના ટ્રેન્ડ આવ્યા, ભાજપ 45 અને ટીએમસી 44 પર આગળ
– પુડુચેરીમાં ભાજપ +6 પર અને કોંગ્રેસ+ 4 પર આગળ
– તામિલનાડુમાં AIADMK + 4 અને DMK+ 9 બેઠક પર આગળ
– પશ્ચિમ બંગાળમાં કાંટાની ટક્કર, અત્યાર સુધીમાં 40 બેઠકોના ટ્રેન્ડ આવ્યા જેમાં 22 પર ટીએમસી અને 18 પર ભાજપ+ તથા કોંગ્રેસ+ 1 પર આગળ
– અસમમાં હાલ ભાજપ + 12 બેઠકો પર જ્યારે કોંગ્રેસ + 10 બેઠકો અને અન્ય એક બેઠક પર આગળ
– કેરળમાં LDF 55 અને UDF 37, ભાજપ 1 અને અન્ય એક પર આગળ
– અત્યાર સુધીમાં 23 બેઠકોના ટ્રેન્ડ આવ્યા જેમાં 13માં ટીએમસી અને 10 પર ભાજપ આગળ
– પ.બંગાળમાં સૌથી પહેલા સીટના ટ્રેન્ડમાં ભાજપ આગળ
પાંચ રાજ્યોમાં કુલ 822 વિધાનસભા બેઠકો માટે થયું હતું મતદાન
પાંચેય રાજ્યોની કુલ 822 વિધાનસભા બેઠકો પર થયેલા મતદાન બાદ આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. આ દરમિયાન કોરોનાના તમામ નિયમોનું કડકાઈથી પાલન કરવાનું કહેવાયું છે. પશ્ચિમ બંગાળમાં કુલ 294 બેઠકોનો જનાદેશ આવશે. તામિલનાડુમાં 234, કેરળની 140 બેઠકો, અસમની 126 અને પુડ્ડુચેરીની 20 વિધાનસભા બેઠકો છે.
5 રાજ્યોની ચૂંટણી ઉપરાંત 13 અલગ અલગ રાજ્યોની 13 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી અને 4 લોકસભા બેઠકોની પેટાચૂંટણીના પણ આજે જ પરિણામ આવનાર છે.
(સંકેત)