- બાબા રામદેવના એલોપેથી પરના વિવાદિત નિવેદન પર FAIMAએ ફટકારી નોટિસ
- નોટિસના જવાબમાં બાબા રામદેવે કહ્યું કે – નોટિસમાં કોઇ દમ નથી
- હું મારું નિવેદન પાછું ખેંચી ચૂક્યો છું
નવી દિલ્હી: કેટલાક દિવસ પહેલા એલોપેથી અને ડોક્ટર્સ પર વિવાદિત નિવેદન આપીને બાબા રામદેવ વિવાદમાં ફસાયા હતા. જેની વિરુદ્વ ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશન-FAIMAએ તેમને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો હતો.
નોટિસના જવાબમાં બાબા રામદેવે FAIMAને જવાબ આપ્યો હતો કે, નોટિસમાં કોઇ દમ નથી. હું મારું નિવેદન પાછું ખેંચી ચૂક્યો છું. તેમના નિવેદનના અર્થનો અનર્થ કરીને રજૂ કરવામાં આવ્યું છે. તેમણે માત્ર પ્રેક્ટિકલ ટ્રીટમેન્ટના વધારે ઉપયોગ પર સવાલ ઉભા કર્યા હતા.
બાબા રામદેવે જવાબમાં વધુ ઉમેર્યું હતું કે, કેટલાક મેડિકલ સ્પેશ્યાલિસ્ટ પણ પ્રાયોગિક સારવારના વધુ ઉપયોગ પર ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. જેમાંથી કેટલાક લોકોને ટ્રીટમેન્ટ પ્રોટોકોલથી હટાવી દેવામાં આવ્યા છે. એલોપેથી માટે તેમના મનમાં કોઇ ખરાબ વિચાર નથી. મને ફાળવેલી નોટિસ યોગ્ય નથી. અધૂરી માહિતીના આધારે નોટિસ ફાળવવામાં આવી છે. બાબા રામદેવે નોટિસ પરત ખેંચવાની પણ સલાહ આપી હતી.
આ પહેલા બાબાના વિવાદાસ્પદ નિવેદન પછી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન-IMAએ ભારે વિરોધ નોંધાવ્યો હતો.