Site icon Revoi.in

Pegasus Project: કેટલાક લોકો દેશની છબી ખરડવાનો પ્રયાસ કરી રહ્યા છે: રવિશંકર પ્રસાદ

Social Share

નવી દિલ્હી: આજે શરૂ થયેલા સંસદના ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષોએ પેગાસસ પ્રોજેક્ટને લઇને સરકારને ઘેરી હતી અને હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસે પણ સરકાર પર પેગાસસ પ્રોજેક્ટને લઇને આરોપ લગાવ્યા હતા. આ બાદ આ આરોપ પર ભાજપે પલટવાર કર્યો છે અને ભાજપના પ્રવક્તા રવિ શંકર પ્રસાદે, આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

આરોપો ફગાવતા કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીનો ઇતિહાસ હંમેશાથી પાયાવિહોણા આરોપ લગાવવાનો રહ્યો છે. હરિયાણાના બે સિપાહી રાજીવ ગાંધીની આસપાસ જોવા મળ્યા તો તેઓએ કેન્દ્રમાં ચંદ્રશેખરની સરકાર પાડી દીધી હતી. ભાજપ કોંગ્રેસના આરોપોને ફગાવે છે.

તેમણે એવો સવાલ ઉઠાવ્યો છે કે, શું ભારતની રાજનીતિમાં કેટલાક લોકો સોપારી એજન્ટ છે? જે આ પ્રકારના ખોટા સમાચાર ફેલાવીને દેશની છબીને ખરડાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીનું સ્તર બગડી ગયું છે. તે સરકાર પાસે ઉરી સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માંગે છે.

નાણામંત્રી રહેલા પ્રણવ મુખર્જીએ તે સમયે ગૃહમંત્રી ચિદમ્બરમ વિરુદ્વ સ્નૂપિંગનો આરોપ લગાવ્યો હતો. તે વિશે કોંગ્રેસનું શું કહેવું છે. વર્ષ 2013માં હજારો લોકોના ફોન ટેપ થયા હતા. તે વિશે કોંગ્રેસનું શું કહેવું છે.

પ્રસાદે વધુમાં ઉમેર્યું હતું કે, ફોન ટેપિંગના નામ પર ગૃહમાં ઇરાદાપૂર્વક ખલેલ પહોંચાડવામાં આવી રહી છે. કોંગ્રેસનું પતન થઇ રહ્યું છે. સુપ્રીમમાં કેસ કરાવવામાં આવ્યો. કહેવામાં આવ્યું છે કે વોટ્સએપને પેગાસસથી હેક કરાવવામાં આવી રહ્યું છે. જ્યારે આમ થઇ શકે નહીં.

રવિશંકર પ્રસાદે કહ્યું કે, ભારતમાં મજબૂત કાયદાકીય માળખુ છે. જે લોકો સરકાર પર ફોન સર્વિલાન્સનો આરોપ લગાવી રહ્યાં છે. તે પણ વિશ્વાસ સાથે પૂરાવા આપી રહ્યાં નથી. તેમ લાગે છે કે દુનિયામાં ઉભરી રહેલા ભારત વિરુદ્ધ એક માહોલ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.