- દેશમાં સમગ્ર વસ્તીને ડિસેમ્બર સુધીમાં કેવી રીતે થશે વેક્સિનેશન
- ભાજપના પ્રમુખ જે પી નડ્ડાએ તેને લઇને પ્લાન રજૂ કર્યો
- દેશમાં ડિસેમ્બર સુધીમાં કોરોના વેક્સિનના 200 કરોડ ડોઝ ઉપલબ્ધ થઇ જશે
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ડિસેમ્બર સુધીમાં દેશની દરેક વસ્તીને વેક્સિનેશન માટેનો દાવો તો કર્યો છે. જો કે દેશના અનેક રાજ્યોમાં વેક્સિનની અછત વચ્ચે સરકારની આ યોજના કઇ રીતે પાર પડશે તે અંગે સવાલો ઉપસ્થિત થયા છે.
સરકારની વેક્સિનેશન યોજના અંગે વાત કરતા ભાજપ પ્રમુખ જે પી નડ્ડાએ જણાવ્યુ હતું કે, દેશમાં ડિસેમ્બર સુધીમાં કોરોના વેક્સિનના 200 કરોડ ડોઝ ઉપલબ્ધ થઇ જશે. હાલમાં દરેક મહિને 1 કરોડ કોરોના વેક્સિનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. જુલાઇ-ઑગસ્ટ સુધી દર મહિને ઉત્પાદનમાં 6-7 ટકાનો વધારો કરવામાં આવશે. દેશમાં સપ્ટેમ્બર સુધીમાં દર મહિને 10 કરોડ વેક્સિન તૈયાર થશે.
દેશમાં પહેલા 2 કંપનીઓ કોરોના રસીનું ઉત્પાદન કરી રહી હતી, પરંતુ વર્તમાન સમયમાં 13 કંપનીઓ રસીના ઉત્પાદનમાં સક્રિય છે. ડિસેમ્બર સુધી 19 કંપનીઓ કોરોના રસીનું ઉત્પાદન કરવા લાગશે.
અગાઉ સરકાર એ બાબતે પ્રતિબદ્વ છે કે નવું વર્ષ શરૂ થાય એ પહેલા દેશની સમગ્ર વયસ્ક વસ્તીને કોરોના વાયરસ સામે સુરક્ષિત કરી દેવી છે. જે માટે દૈનિક સ્તરે કોરોના રસીકરણની ઝડપ પાંચ ગણી વધારવી પડશે. સમગ્ર દેશમાં કોરોના વાયરસ સામે 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.