Site icon Revoi.in

બ્લેક ફંગસ કમ્યૂનિકેબલ ડિસીઝ નથી પરંતુ તેના વધતા કેસને નજરઅંદાજ ના કરી શકાય: ડૉ. ગુલેરિયા

Social Share

નવી દિલ્હી: દેશમાં હવે કોરોન વાયરસના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે તો બીજી તરફ બ્લેક ફંગસ/મ્યુકોરમાઇસિસના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે ત્યારે હવે એઇમ્સના ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે, નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં બ્લેક ફંગસનો વધુ ખતરો રહેલો છે. આ ફંગસ મુખ્યત્વે સાઇનલ, નાક, આંખોની આસપાસના હાડકામાં મળે છે અને મસ્તિષ્કમાં પ્રવેશ કરી શકે છે.

ગુલેરિયાએ ફંગસ વિશે વધુ જાણકારી આપતા કહ્યું હતું કે, અલગ-અલગ ભાગમાં થનારી ફંગસનો કલર પણ અલગ હોય છે. ફંગસ સંક્રામક રોગ નથી, એટલે કે તે કોઇ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવનાર બીજા લોકોને થતી નથી.

ડૉ. રણદીપ ગુલેરિયાએ ચિંતા વ્યક્ત કરી હતી કે બ્લેક ફંગસના વધતા કેસને નજરઅંદાજ કરી શકાય નહીં. આ ઇન્ફેક્શનની જલ્દી સારવાથી જ ફાયદો થાય છે.

બ્લેક ફંગસ કમ્યૂનિકેબલ ડિઝીસ ના હોવાથી એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાતો નથી. કોરોનાની ઝપેટમાં આવી ચૂકેલા ડાયાબિટીસના દર્દીઓને આ ફંગલ ઇન્ફેક્શન થવાનો ખતરો વધુ છે.

તેના લક્ષણોની વાત કરીએ તો માથામાં દુખાવો, નાક બંધ થવું, એક તરફ આંખમાં સોજો ચહેરો એક બાજુ નિષ્ક્રિય થવો એ તેના મુખ્ય લક્ષણો છે. જે લોકો ડાયાબિટીસથી પીડિત છે અને સ્ટેરોયડ લઇ રહ્યાં છે, તેઓમાં જો આ લક્ષણો જોવા મળે તો ત્વરિત ડૉક્ટર સાથે ચર્ચા કરીને ટેસ્ટ કરાવવો હિતાવહ છે.