Site icon Revoi.in

ચીનને ઝટકો આપશે ભારત, સરકારે બનાવી આ રણનીતિ

Social Share

હાલમાં સમગ્ર દેશમાં ચીનના સામાન વિરુદ્વની ચળવળ જોર પકડી રહી છે. સરકાર પણ આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા માટે ચીની પ્રોડકટ્સની આયાત પર પ્રતિબંધ સહિતની રણનીતિ બનાવી રહી છે. મોદી સરકાર ધીરે ધીરે ચીનના સામાનની આયાત પર સકંજો કસી રહી છે.

હવે સરકાર ચીનને વધુ એક ઝટકો આપશે. કારણ કે, સરકાર હવે ચીનથી આયાત કરવામાં આવતા રોજિંદા સામાન પર ભારે ભરખમ ટેક્સ લગાડશે. જે આગામી પાંચ વર્ષ સુધી લાગુ રહેશે. તે ઉપરાંત સરકાર ચીનથી આયાત થતી પ્રોડક્ટ પર પ્રતિબંધ લગાવવા માટે તેને બે શ્રેણીમાં વહેંચી રહી છે. તેના પર હાલ કામગીરી ચાલી રહી છે.

સરકારે જેટલો પણ સામાન આયાત કરીએ છીએ તેને સરકારે બે શ્રેણીમાં વહેંચી દીધો છે. પહેલી શ્રેણીમાં ઓછી કિંમત, વધુ વોલ્યૂમવાળી આઇટમ જેમ કે રોજિંદા ઉપયોગમાં લેવાતો સામાન, કિચનમાં ઉપયોગી સામન, સ્ટેશનરી વગેરે સામેલ છે. આ વસ્તુઓએ વેલ્યુ ટર્મમાં ઓછી અને વોલ્યુમ ટર્મમાં ઘણી વધારે છે. તેને લો વેલ્યૂ હાઇ વોલ્યૂમ કહેવામાં આવે છે.

સરકાર હવે ચીન વિરુદ્વ આ રણનીતિ અપનાવશે.

બીજી તરફ સરકારે બીજી શ્રેણીમાં જે સામાનની કિંમત વધુ છે અને તેનું વોલ્યૂમ ઓછું છે તેના પર હાલ સરકાર વિચારણા કરી રહી છે અને હાલમાં તેના પર કોઇ પગલાં લેવામાં નહીં આવે.

મહત્વનું છે કે, લદ્દાખ સીમા પર ભારતના 20 જવાન શહીદ થયા બાદ ભારતના ચીન સાથેન સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે અને બંને દેશ વચ્ચે અનેક મંત્રણા થઇ હોવા છત્તાં ચીને તેની હરકતો ચાલું જ રાખી છે અને તેથી જ ભારત સરકારે ચીનને આર્થિક ફટકો આપવા માટે આ પ્રકારની રણનીતિ ઘડી છે.

(સંકેત)