1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. 29 જાન્યુઆરીથી બજેટ સત્ર શરૂ થવાની સંભાવના, 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ
29 જાન્યુઆરીથી બજેટ સત્ર શરૂ થવાની સંભાવના, 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ

29 જાન્યુઆરીથી બજેટ સત્ર શરૂ થવાની સંભાવના, 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ

0
Social Share
  • સંસદીય મુદ્દાઓની મંત્રીમંડળ સમિતિએ કરી ભલામણ
  • તેઓએ 29 જાન્યુઆરીએ બજેટ સત્રની કરી ભલામણ
  • આ વખતે બે ભાગમાં બજેટ સત્ર ચાલશે

નવી દિલ્હી: આ વર્ષે બજેટ રજૂ થવાનું છે ત્યારે સંસદીય મુદ્દાઓની મંત્રીમંડળ સમિતિએ ભલામણ કરી હતી. તેઓએ 29 જાન્યુઆરીએ બજેટ સત્રની ભલામણ કરી હતી. જે હેઠળ આ વખતે બે ભાગમાં બજેટ સત્ર ચાલશે. બજેટ સત્રનો પ્રથમ ભાગ 29 જાન્યુઆરીથી 15 ફેબ્રઆરી તેમજ બીજો ભાગ 8 માર્ચથી 8 એપ્રિલ સુધીની ભલામણ કરવામાં આવી હતી.

માહિતી મુજબ સીસીપીએની ભલામણ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 29 જાન્યુઆરીએ સંસદના બંને સદનોની સંયુક્ત બેઠકને સંબોધન કરશે. જે મુજબ 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે. કોરોના કાળમાં શરુ કરવામાં આવી રહેલા બજેય સત્ર દરમિયાન તમામે કોવિડ ગાઇડલાઇનનુ પાલન કરવું ફરજીયાત કરવામાં આવ્યું હતું. બંન્ને સદનોની કાર્યવાહી 4-4 કલાકની રહેશે.

નોંધનીય છે કે, કોરોના સંક્રમણની વકરતી જતી પરિસ્થિતિને જોતા આ વખતે સંસદનું શિયાળુ સત્ર રદ કરાયુ હતું. સરકારે એલાન કર્યું હતું કે કોરોના સંક્રમણના વધતા જતા કેસોને લીધે શિયાળુ સત્રનું આયોજન નહીં થાય. સરકાર સીધુ જ સંસદના બજેટ સત્રને બોલાવશે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code