Site icon Revoi.in

હવે માત્ર 2 કલાકમાં દિલ્હીથી અયોધ્યા પહોંચી શકાશે, રામ મંદિરમાં આ પ્રોજેક્ટ લેશે આકાર

Social Share

નવી દિલ્હી: સમગ્ર ભારતના લોકોની આસ્થાનું કેન્દ્ર એવા અયોધ્યામાં ભવ્યાતિભવ્ય રામ મંદિરનું નિર્માણ થવા જઇ રહ્યું છે. તેના પર કામ ચાલી રહ્યું છે. સમગ્ર વિશ્વ માટે અયોધ્યા એક સર્વોત્તમ ધાર્મિક તેમજ પ્રવાસન સ્થળ તરીકે ઊભરી આવશે. હવે અયોધ્યામાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બાદ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ શરૂ કરાશે. દિલ્હીથી અયોધ્યા સુધીના આ પ્રોજેક્ટ બાદ માત્ર 2 કલાકમાં અયોધ્યા પહોંચી શકાશે.

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ કાર્યની સાથોસાથ અનેક વિકાસ કાર્યો પણ ઝડપી ગતિએ આકાર લઇ રહ્યા છે. ત્યારે હવે અહીંયા પણ બુલેટ ટ્રેનનું સ્વપ્ન સાકાર થવા જઇ રહ્યું છે. અગાઉ કેન્દ્ર સરકારે અયોધ્યામાં એરપોર્ટના નિર્માણની જાહેરાત કી હતી અને હવે અહીંયા બુલેટ ટ્રેનની યોજના આકાર પામશે.

દિલ્હીથી અયોધ્યાનું અંતર 670 કિમી. છે. પરંતુ બુલેટ ટ્રેન પછી માત્ર 2 કલાકમાં તમે દિલ્હીથી અયોધ્યા પહોંચી શકશો. ઉચ્ચ અધિકારીઓએ બુલેટ ટ્રેનનું સ્ટેશન તેમજ યાર્ડ અને અન્ય સુવિધાઓને લઇને નિરીક્ષણ કરવામાં આવ્યું છે.

સૂત્રો અનુસાર અયોધ્યામાં બુલેટ ટ્રેનનું સ્ટેશન 75 એકરમાં બનાવાશે. સાથે જ ઇન્ટરનેશન એરપોર્ટ પાસે જ આ સ્ટેશન આકાર પામશે. બુલેટ ટ્રેનનું સ્ટેશન લખનૌ તેમજ ગોરખપુર બાયપાસથી ઘણું નજીક રાખવામાં આવશે.

કોર્પોરેશન દ્વારા એરપોર્ટ એથોરિટી ઓફ ઈન્ડિયા પાસેથી આ યોજનાને લઈને નો ઓબ્જેકશન સર્ટિફિકેટ માટે અરજી આપવામાં આવી છે. જેવું આ સર્ટિફિકેટ મળશે કે આગળ કામગીરી શરૂ કરવામાં આવશે.